લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026 |
1683
અમદાવાદમાં શાહઆલમ ટોલનાકા પાસે સાંજે ૮ એપ્રિલે એએમટીએસબસે એક્ટિવા સવાર બે યુવતીની અડફેટે લીધી હતી. પૂર ઝડપે આવતી એએમટીએસ બસને જાેઈને એક્ટિવા સવાર યુવતીનાં મોંઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. અકસ્માતમાં બસના આગળના ભાગે એક્ટિવા ફસાઈ જતાં યુવતીઓ પર ટાયર ફરતા-ફરતા રહી ગયું હતું. જાેકે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા રોંગ સાઈડે વાહન ચલાવવું કેટલું જાેખમીભર્યુ છે તેનો કડવો અનુભવ થયો હતો. ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અગાઉ ગોતામાં એએમટીએસ બસે સ્કૂલવાન સહિત ૩ વાહનોને અડફેટે લીધા, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. સદનસીબે વાનમાં બાળકો નહોતા. બેફામ દોડતી બસો અને રોંગ સાઈડે આવતા જતા વાહનચાલકોને પોતાની બેદરકારીભર્યુ વાહન ચલાવવાથી કરૂણ દુર્ઘટના સર્જાતી હોય છે. જેનો ઘણી વખત અંદાજ પણ હોતો નથી. કેટલાક કિસ્સામાં રોંગ સાઈડે ચાલતા લોકો પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે તેવા પણ સીસીટીવી સામે આવ્યા છે. થોડા મહિના પહેલા શહેરનાં ઠક્કરનગર ચાર રસ્તા પાસે એએમટીએસ બસની અડફેટે ૬૮ વર્ષની વૃદ્ધ મહિલાનું મોત થતા ચકચાર મચી ગઈ હતી. ઘટના સર્જાતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઠક્કરનગર ચાર રસ્તા તથા તેની આસપાસના સીસીટીવી ચકાસવાની કામગીરી શરૂ કરી હતી.