ટોકયો-
જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાંથી ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ફાઇનલમાં પહોંચી હતી. ભાવિના પટેલ માટે સેમિફાઇનલમાં પહોંચવું આસાન પડકાર ન હતો. ભાવિના પટેલે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા નંબરના ખેલાડી મિઓને હરાવી છે. ખૂબ જ કઠિન સ્પર્ધામાં ભાવિના પટેલે મિયાઓને 3-2 (7 11, 11 7, 11 4, 9 11, 11 8)થી હરાવી હતી. ફાઇનલમાં પહોંચવાની સાથે ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો પ્રથમ મેડલ સુનિશ્ચિત કર્યો છે. ભાવિના પટેલે પ્રથમ ગેમ હાર્યા બાદ જોરદાર વાપસી કરી હતી. ભાવિનાએ બીજી અને ત્રીજી ગેમ પર મજબૂત પકડ બનાવી હતી પરંતુ તેને ચોથી ગેમમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભાવિનાએ પાંચમી ગેમ જીતી અને પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બની છે. ભાવિના પટેલ હવે 29 ઓગસ્ટે ગોલ્ડ મેડલ મેળવવા માટે મેદાનમાં ઉતરશે. ફાઇનલમાં પણ ભાવિના સામે ચીનનો પડકાર છે. ફાઇનલમાં ભાવિનાનો સામનો ચીનની ઝોઉ યિંગ સામે થશે. ભાવિના પટેલ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી પેરાલિમ્પિક ગેમ્સમાં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા નથી. પરંતુ હવે ભાવિના પાસે ભારત માટે ગોલ્ડ મેડલ જીતવીની તક છે.
Loading ...