સાયના નેહવાલના ચાહકો માટે સારા સમાચાર,આ દિવસે રિલીઝ થશે બાયોપિક ફિલ્મ 

નવી દિલ્હી

ભારતની બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ પાસે તેના ચાહકો માટે ખુબ સારા સમાચાર છે. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાયનાના જીવન પર ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી છે. આ ફિલ્મમાં સાઇના નેહવાલ, બોલીવુડ સ્ટાર પરિણીતી ચોપડાની ભૂમિકામાં છે. પત્રકાર તરણ આદર્શ મુજબ સાયના નેહવાલની બાયોપિક ફિલ્મ 26 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા.


ભારતની સ્પોર્ટ્સ આઇક સાઇના નેહવાલ આજકાલ સ્વિસ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. સાયનાની બેડમિંટન પ્રવાસ ઘણા ઉતાર-ચડાવથી ભરપૂર છે. હવે આ સંઘર્ષને ફિલ્મના પડદે બતાવવામાં આવશે. શ્રદ્ધા કપૂર પહેલા સાઇનાની ભૂમિકામાં હતી, પરંતુ પરિણીતી ચોપડાને બાદમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરિણીતી ચોપડાએ પણ તેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 ફિલ્મમાં સાઇનાના કોચની ભૂમિકા અભિનેતા માનવ કૌલ ભજવી છે. આ સાથે જ સાંસદ અને અભિનેતા પરેશ રાવલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મનો કેવો પ્રતિસાદ મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution