દિલ્હી-

સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે. દરેક મહિલાઓની ભૂમિકા અને તેની કામગીરીને પોતાની રીતે સન્માનિત કરી રહ્યા છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. એવું એક પણ ક્ષેત્ર નથી કે જેમાં મહિલાઓની હાજરી ન હોય. આ દિવસે ટેક ઇન્ડસ્ટ્રીઝની દિગ્ગજ કંપની માનવામાં આવતી 'ગુગલ' દ્વારા પણ મહિલાઓ અને યુવતીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. Googleના સુંદર પિચાઈએ આજે જાહેરાત કરી હતી કે 'આજે અમે મહિલાઓ અને યુવતિઓ માટે ગ્લોબલ ઈમ્પેકટ ચેલેન્જની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.'

અમે સામાજિક ઉદ્યોગોને 25 મિલિયન અમેરિકન ડોલર અનુદાન આપીશું. જે મહિલાઓને આર્થિક સમાનતા સહિતના લાભ આપવામાં મદદરૂપ થશે. મહિલા દિવસ ગૂગલે મહિલાઓ સન્માન પ્રદર્શિત કરતું ખાસ ડૂડલ બનાવ્યું છે. ડૂડલમાં એક એનિમેટેડ વીડિયો બનાવીને શેર કરવામાં આવ્યો છે. જેના માધ્યમથી જાણકારી આપવામાં આવી છે કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. એવરેસ્ટ સર કરવાથી લઈને આજે દેશનું નેતૃત્વ પણ કરી રહી છે. સિવાય એન્જિનિયર, વૈજ્ઞાનિક, ડૉક્ટર, લેખક સહિત દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની કાબેલિયતને પ્રદર્શિત કરી છે. આ થોડીક જ સેકન્ડના આ વીડિયોમાં મહિલાઓની ઉપલબ્ધિને ખાસ અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો