સિડની-

પોતાના સમાચારો અને વિગતો અથવા એ પ્રકારની અન્ય સામગ્રી માટે જુદા-જુદા સ્રોતોને નાણાં ચૂકવવાનું ગૂગલ માટે ફરજીયાત બનાવવાની હિલચાલ સામે લાલ આંખ કરતાં ઈન્ટરનેટ જાયન્ટ કંપની ગૂગલે ઓસ્ટ્રેલિયા સામે ચિમકી ઉચ્ચારી છે કે, જો આ પ્રકારની જોગવાઈઓને ઓસ્ટ્રેલિયા કાનૂની સ્વરૂપ આપવાનું હોય તો તેમની પાસે પોતાના સર્ચ એન્જીનની સેવાઓ બંધ કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે.

ગૂગલના ઓસ્ટ્રેલિયા ખાતેના મેનેજીંગ ડિરેક્ટર મેલ સિલ્વાએ કેનબેરા ખાતે સેનેટ સમિતિને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન સરકાર જે વિચારી રહી છે તેવી જોગવાઈઓને જો કાનૂની સ્વરૂપ આપવામાં આવશે તો, તેની પાસે ઓસ્ટ્રેલિયન નાગરીકોને માટે ગૂગલ સર્ચ એન્જીનની સેવાઓ બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં બચે. આમ, આ મડાગાંઠ આગળ વધે તો નજીકના ભવિષ્યમાં ગૂગલ ઓસ્ટ્રેલિયનો માટે પોતાની સેવાઓ બ્લોક કરી દે એમ બની શકે.