વડોદરા, તા. ૧

વાસણારોડ પર આવેલા વૈભવી ફ્લેટના આઠમા માળે રહેતા જીમ ટ્રેનરનો ગઈ કાલે બાથરૂમમાં સળગી ગયેલો મૃતદેહ મળી આવવાના બનાવની તપાસ દરમિયાન આજે વધુ ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. જીમ ટ્રેનરનો મૃતદેહ મળ્યો તેના પંદર મિનીટ પહેલા જ તેણે ફ્લેટમાં સફાઈકામ કરતા યુવક પાસેથી ૬૦ રૂપિયાનું પેટ્રોલ મંગાવ્યું હોવાની વિગતો મળતા જીમ ટ્રેનરે અગમ્ય કારણોસર પેટ્રોલ છાંટીને સળગી જઈ આપઘાત કર્યો હોવાની થિયરી પર પોલીસે તપાસ કરી છે. જાેકે પોલીસને શરીરે આંગ ચાંપવા માટે ઉપયોગમાં લીધેલી દિવાસળી કે દિવાસળીની પેટી નહી મળતાં તેમજ બાથરૂમમાં આગ લાગવાના કોઈ ડાઘા નહી મળતાં સમગ્ર બનાવનું રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે અને પોલીસે હવે એફએસએલના રિપોર્ટ પર મીટ માંડી છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.

શહેરના વાસણારોડ ુપર આવલા સ્પ્રિંગ રિટ્રીટ-૪ના આઠમા માળે પિતા સાથે રહેતા ૪૨ વર્ષીય અપરિણીત અભિષેક ત્રિવેદી જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરતા હતા. તેમના સગા ભાઈ વિકેશ ત્રિવેદી પણ તેમના બાજુના ટાવરમાં જ ફ્લેટ ધરાવતા હોઈ બંને ભાઈઓ બાલ્કનીમાંથી એકબીજા સાથે અવારનવાર વાતચિત પણ કરતા હતા. ગઈ કાલે બપોરે સવા બે વાગ્યાના અરસામાં અભિષેકના પિતા બાજુના ટાવરમાં ભાઈના ઘરે જમવા માટે ગયા બાદ અભિષેકના બાથરૂમમાં ભેદી ધડાકો થયો હતો અને બાથરૂમની બારીના કાચ નીચે પડતા સોસાયટીના રહીશો આઠમા માળે અભિષેકના ફ્લેટમાં દોડી ગયા હતા. જાેકે ફ્લેટનો દરવાજાે અંદરથી બંધ હોઈ ેઅભિષેકના ભાઈ તુરંત ફ્લેટની ડુપ્લીકેટ ચાવી લઈને આવ્યા હતા અને તેમણે દરવાજાે ખોલી અંદર પ્રવેશ્યા બાદ બાથરૂમમાંથી ધુમાડા નીકળતા જાેતા જ સોસાયટીના અન્ય રહીશો સાથેને મળીને બાથરૂમનો દરવાજાે લાતો મારીને તોડી નાખ્યો હતો.

બાથરૂમમાં અભિષેકને અગનજ્વાળામાં લપેટાયેલો જાેતા જ વિકેશભાઈએ ફાયર ઈન્સ્ટિગ્યુશરથી આગ ઓલવી નાખી હતી પરંતું કોઈ સારવાર મળે તે અગાઉ અભિષેક આગમાં બળીને ભડથું થયાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ગોત્રી પોલીસને સમગ્ર બનાવની જાણ કરાઈ હતી. પોલીસે તપાસ કરતા અભિષેકના મોતનું કોઈ ચોક્કસ કારણ જાણવા નહી મળતાં પોલીસે એફએસએલની ટીમને તપાસ માટે બોલાવી હતી. એફએસએલની ટીમે બાથરૂમમાંથી જરૂરી નમુના મેળવ્યા બાદ ગોત્રી પોલીસે અભિષેકના મૃતદેહનો સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આજે પોસ્ટમોર્ટમ બાદ અભિષેકનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો.બીજીતરફ આ બનાવની તપાસ કરતા પીઆઈ બી કે દેસાઈ તેમજ પીએસઆઈ બ્રહ્મભટ્ટે અભિષેકના પરિવારજનો તેમજ પાડોશીઓની પુછપરછ કરીને તમામના નિવેદનો મેળવ્યા હતા જેમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓને અભિષેક સાથે કોઈ મતભેદ નહોંતા. તપાસ દરમિયાન પોલીસને એવી ચોંકાવનારી વિગતો મળી હતી કે ગઈ કાલે અભિષેકે તેમના ફ્લેટમાં સફાઈકામ કરતા યુવકને પોતાની બાઈક આપી હતી અને પેટ્રોલપંપ પરથી ૬૦ રૂપિયાનું પેટ્રોલ લઈ આવવા કહ્યું હતું. સફાઈકર્મી તેમને સ્ટીલના ડબ્બામાં પેટ્રોલ આપીને નીચે ઉતરી ગયો હતો અને તેના પંદર મિનિટમાં જ અભિષેકના બાથરૂમમાં ધડાકો થયા બાદ તેની લાશ મળી હતી.

આ બનાવમાં પોલીસે જણાવ્યું હતું કે અભિષેકે પેટ્રોલ મંગાવીને જાતે અગ્નિસ્નાન કર્યું હોવાનું મનાય છે. જાેકે આ બનાવમાં હજુ પણ કેટલાક સવાલો અનુર્તીંણ રહ્યા છે કારણકે પેટ્રોલ છાંટ્યા બાદ આગચંપી કરવા માટે દિવાસળી કે લાઈટરનો ઉપયોગ કરાયો હશે પરંતું પોલીસ કે એફએસએલને દિવાસળીની પેટી કે લાઈટર મળ્યું નથી. પોલીસે એવું પણ જણાવી રહી છે કે પેટ્રોલ અત્યંત જ્વનલશીલ હોઈ તે સળગી જતા દિવાસળીની પેટ પણ કદાચ સળગી ગઈ હશે. જાેકે એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ સાચી વિગતો મળે તેમ હોઈ પોલીસની હવે રિપોર્ટ પર મીટ મંડાઈ છે.