28, જુલાઈ 2024
1584 |
નવી દિલ્હી:શનિવારે મોડી રાત્રીએ, દેશના ૧૦ રાજ્યોના રાજયપાલની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનમાંથી મળેલી વિગત અનુસાર, ગુજરાતના પૂર્વ સનદી અધિકારી અને નર્મદા નિગમના અધ્યક્ષ કે. કૈલાશનાથનની પુડુચેરીના લેફટનન્ટ ગર્વનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી અને રાજસ્થાનના દિગ્ગજ નેતા ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.રાજસ્થાનના પૂર્વ ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર (ન્ય્) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક તેમના ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે. બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારીને તેમના સ્થાને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે ગુલાબચંદ કટારિયાની નિમણૂક કરવામાં આવી છે. કટારિયાને પંજાબના રાજ્યપાલની જવાબદારી પણ સોંપવામાં આવી છે લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુલાબચંદ કટારિયાની જગ્યા લીધી છે. કટારિયાને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ બનશે. , હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.