/
પ્રમુખ સ્વામી મહારાજના ૯૯માં જન્મોત્સવની ચાણસદમાં ભવ્ય ઉજવણી

વડોદરા, તા.૨૨ 

વડોદરા જિલ્લા પાદરા તાલુકાના ચાણસદ ગામમાં પૂ.પ્રમુખ સ્વામી મહારાજના ૯૯માં જન્મદીનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામીના જન્મસ્થળ ચાણસદમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા. ચાર દાયકા સુધી પ્રમુખ સ્વામીના અંતેવાસી તરીકે સેવા આપનાર સંત નારાયણ ચરણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અટલાદરા મંદિર ખાતે પણ પૂ.પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દીનની ઉજવણી કરવામાં આવી હતી.

પાદરાના ચાણસદ ગામે ૨૨-૧૨-૨૦૨૦ના રોજ જન્મેલા શઆંતિલાલને પ્રમુખ સ્વામી તરીકે ઓળખે છે. સ્વામી મહારાજના ચાણસદ ગામને ગ્રામજનોએ રોશનીથી જળહળતુ કર્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજની આજે ૯૯મી જન્મ જયંતિ છે ત્યારે સ્વામીનારાયણ બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના જન્મ સ્થળ પાદરા ચાણસદ ખાતે જન્મભૂમીને સોળે શણગાર કર્યા હતા. અને સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

ચાણસદ ગામના યુવાનો દ્વારા પણ વિવિધ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. મંદીરના સંકુલમાં અલગ અલગ મીઠાઇ અને વાનગીના અન્નકુટ ધરવામાં આવ્યા હતા. દર્શનાર્થે ના પહોંચી શકતા ભક્તો માટે ઓનલાઇન દર્શનની પણ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજની સાથે છેલ્લા ૪૦ વર્ષથી સેવા કરતા નારાયણ ચરણ સ્વામી પણ પ્રમુખ સ્વામી મહારાજની જન્મભુમી પર દર્શન કરવા આવી પહોંચ્યા હતા.

આજે સાંજે ૭.૩૦થી ૧૦ કલાક દરમ્યાન વચ્ર્યુલ દર્શન તેમજ સ્પીરીચ્યલ દર્શનનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવત કથન વિશે અદ્‌ભૂત પ્રસ્તુતીનું આયોજન કરવામાં આવનાર છે. દરમ્યાન લાખો સત્સંગીઓ લાભ લઇને ભક્તિના રંગે રંગાશે.

પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વના ફલક પર આધ્યાત્મિકતાની અલૌકીક સુવાસ ફેલાવી માનવતાના અદ્‌ભૂત કાર્યો કર્યા હતા. ૨૩મી જાન્યુઆરી ૧૯૭૧ના રોજ બી.એ.પી.એસ. ગુરુપદે બિરાજ્યા હતા. વિશ્વભરમાં ૧૩૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું હતું. તા.૧૩-૮-૨૦૧૬ના રોજ સાળંગપુર ખાતે બ્રહ્મલીન થયા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution