હાલોલ : ઘોઘંબા તાલુકામાં છેલ્લા કેટલાક સમય થી જંગલી પશુ ઓના માણસો પર હુમલાઓ ખુબજ વધી ગયેલ છે જેમાં ત્યાં રહેતા સ્થાનિક લોકો ને અવાર નવાર ઘાયલ થવાનો કે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે પાછલા કેટલાય સમય થી ઘોઘંબા તાલુકામાં દીપડાની દહેશત વધી ગયેલ છે 

વહેલી સવારે પણ ઘોઘંબા તાલુકાના માલુ ગોરાડા ગામે ઘર પાસે ઉભેલા ભાઈ બેન ઉપર દીપડા એ હુમલો કરતા દીપડો બાળક ને ઉપાડી ને ભાગ્યો હતો બાળકે બુમરાણ મચાવી મુકતા અને બાળક ની બહેને હાથમાંનુ દાતરડું છૂટટુ માર્યું હતું જેથી આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા અને દીપડો બાળક ને છોડી ને જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો.

 જોકે બાળક નું મોત નીપજ્યું હતું જેથી ઘરમાં દુઃખ છવાઈ ગયું છે અને લોકો એ વન વિભાગના અધિકારીઓ ને જાણ કરતા તાત્કાલિક વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘોઘંબાના ગુણેસીયા ગામે કૂવામાં પડેલા દીપડાને રેસ્કયૂ કરાયો

ઘોઘંબા તાલુકાના ગુણેસીયા ગામે શિકારની શોધ માં ફરતો દીપડો કૂવામાં પડતા વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો.ઘોઘંબા તાલુકામાં દીપડા ખુલ્લે આમ શિકારની શોધ માં ફરી રહ્યા છે અને તેઓ અવાર નવાર માણસો ઉપર હુમલો કરતા હોય છે જેમાં તાલુકાના લોકો ઘાયલ થતા હોય છે કાતો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે જેમાં ઘોઘંબા તાલુકામાં ગુણેસીયા ગામે શિકાર ની શોધ માં ફરતો એક દીપડો રમેશ ભાઈ વજેસિંહ પરમાર નામના ખેડૂતના કૂવામાં પડી ગયો હતો જેની જાણ વન વિભાગ ને કરાતાં વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આખા દિવસની ભારે જહેમત બાદ સાંજે દીપડાને નિસરણી મારફતે હેમખેમ દીપડા ને બહાર કાઢવાનું ઓપરેશન હાથ ધર્યું હતું.દીપડો કુવામાંથી બહાર નીકળી જંગલ તરફ નાસી ગયો હતો ઘોઘંબા તાલુકાના જંગલ વિસ્તાર અને માનવ વસ્તી નજીક નજીક હોવાથી અવાર નવાર જંગલી પશુઓના માણસો ઉપર હુમલાઓ વધી જવા પામ્યા છે.