ભુજ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ નીમાબેન આચાર્ય સૌ પ્રથમ વખત કચ્છ પહોંચ્યા ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છના પ્રવેશ દ્વાર સામખિયારી મધ્યે સામખીયારી લોહાણા મહાજન દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ભચાઉ ખાતે પણ લોહાણા મહાજન દ્વારા સ્વાગત સન્માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના બન્યા બાદ તેઓ પોતાના વતન કચ્છ પહોંચ્યા હતા. જયા કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા નવનિયુક્ત વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે અધ્યક્ષપદ ગૌરવપૂર્ણ પદ છે હવે કચ્છના પ્રશ્ર્‌નો સાથે મળીને ઉકેલવાના પ્રયત્નો કરીશુ.જ્યારે ભચાઉ લોહાણા મહિલા મંડળના મંત્રી વર્ષાબેન ચંદેએ પણ લોહાણા સમાજના મહિલાને મળેલા પ્રતિષ્ઠિત સ્થાન અંગે ગૌરવ વ્યક્ત કર્યુ હતું. ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કલાવતીબેન જાેષીએ ભાજપમા જ મહિલાને મહત્વ આપવામાં આવે છે તે વધુ એક વખત ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નિયુક્તથી પુરવાર થયુ છે તેમ જણાવ્યું હતું.