ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે ત્યારે ભાજપે 30 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના પ્રમુખ સાથે અલ્પેશ ઠાકોરને પણ સ્થાન અપાયું છે. રાજ્યના પ્રધાન મંડળ સાથે ભારત સરકારના 2 મંત્રીઓનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે.

આ યાદીમાં પ્રથમ નામ સીઆર પાટીલનું છે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પરસોત્તમભાઈ રૂપાલા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણીયા, ભરતસિંહ પરમાર, મનસુખભાઈ માંડવીયા, ભારતીબેન શિયાળ, આઈ.કે. જાડેજા, ગોરધન ઝડફિયા, શંભુનાથ ટુંડિયા, ડો.ઋત્વિજ પટેલ, ડો.જ્યોતિબેન પંડ્યા, સૌરભ પટેલ, ગણપત વસાવા, કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, પ્રદીપસિંહ જાડેજા, રમણ પાટકર, વિભાવરીબેન દવે, ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા, મોહન કુંડારીયા, વિનોદ ચાવડા, ડો.કે.સી. પટેલ, રમણલાલ વોરા, દિલીપ સાંઘાણી, હીરાભાઈ સોલંકી, અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં જીતુ વાઘાણીનું પત્તુ કપાતા રાજકીય ચર્ચા તેજ બની છે.