ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કઈ બેઠક પર કોની કોની થશે ટક્કર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ઓક્ટોબર 2020  |   3861

અમદાવાદ-

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ગઈકાલે રાત્રે બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની સંખ્યા 7 પર પહોંચી છે. લીંબડી બેઠક પર કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. જ્યારે ભાજપ દ્વારા તમામ 8 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.

કઈ બેઠક પર કયા પક્ષમાં કોણ છે ઉમેદવાર

બેઠક                ભાજપના ઉમેદવાર                      કોંગ્રેસના ઉમેદવાર 

ધારી                 જે.વી. કાકડિયા                          સુરેશ કોટડિયા

મોરબી              બ્રિજેશ મેરજા                             જયંતિ જયરાજ

ગઢડા                આત્મારામ પરમાર                      મોહન સોલંકી

કરજણ              અક્ષય પટેલ                               કિરીટસિંહ જાડેજા

અબડાસા          પ્રદ્યુમનસિંહ જાડેજા                      શાંતિલાલ સેંઘાણી

ડાંગ                  વિજય પટેલ                               સૂર્યકાંત ગાવિત

કપરાડા             જીતુ ચૌધરી                                બાબુ વરઠા

લીંબડી             કિરીટસિંહ રાણા                          ઉમેદવાર નથી જાહેર કર્યા

કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution