ગેસ અછત મુદ્દે ગુજરાત કોંગ્રેસનો વિરોધ, ખભે ગેસ સિલિન્ડર મૂકી નેતાઓ વિધાનસભા પહોંચ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, માર્ચ 2026  |   2871

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતભર સહિત ગુજરાતમાં પણ એલપીજી ગેસની અછત જાેવા મળી રહી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં પ્રજાના પ્રશ્નોને રજૂ કરતાં ગુજરાત કોંગ્રેસે હાલ ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્ર પહેલા વિધાનસભા પરિસરમાં ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિધાનસભા પરિસર બહાર વિપક્ષના નેતા ધારાસભ્ય અમિત ચાવડા સહિતના ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેસના સિલિન્ડર ખભે ઊંચકી ભારે વિરોધ નોંધાવ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution