ગાંધીનગર-

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને UN હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ 2 દિવસથી અમિત શાહ સાથે હતા. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. જે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં જ કોરોનાની પરિસ્થિતિ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. તો આજે તેઓ ગાંધીનગરના કોલવડા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં PSA ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું હતું. અહીં પણ અમિત શાહની સાથે નીતિન પટેલ અને રૂપાણી સાથે હતા. ઉલ્લેખનિય છે કે થોડા સમય અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝીટીવ થયા હતા, ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી સચિવાલયમાં પણ કોરોનાનો રાફડો ફાટતા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ થયા છે. સચિવાયલમાં મંત્રીઓના અંગત સચિવોથી લઇને તેમના સ્ટાફના કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે.