ગુજરાતમાં માર્ચમાં કાળઝાળ ગરમી અને એપ્રિલમાં કરાં-વરસાદ પડશે, જાણો કોણે કરી આગાહી
01, માર્ચ 2021

અમદાવાદ-

રાજ્યમાં હાલ તો બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહીનાથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે. પરંતુ ઉનાળામાં વિપરીત હવામાન રહેવાની શકયતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે. જાેકે, ફેબ્રુઆરીમાં ૨૭થી ૨૮માં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થશે. જેની અસર ગુજરાતમાં થશે. એટલે કે ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાન ઘટશે અને રાત દરમિયાન ઠંડીનો અહેસાસ થશે. માર્ચ મહિનાની શરુઆતમાં ઠંડા પવન ફૂંકાશે પરંતુ મહત્તમ તાપમાન યથાવત રહશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં ૧૪થી ૧૫ માર્ચ બાદ તાપમાન વધશે.૧૫ માર્ચ બાદ કેટલાક ભાગમાં ૪૧થી ૪૨ તાપમાન રહેવાની સંભાવના છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં તો ગુજરાતમાં અગન વર્ષા થાય છે.

મહત્તમ તાપમાન ઊંચું જવાના કારણે લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરતા હોય છે. જાેકે આ વખતે જ્યોતિષાચાર્યોએ આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થાય. તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાય. જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગે ધુળિયું વાતાવરણ રહશે. આ જ્યોતિષાચાર્યોએ વધુમાં જણાવ્યું છે કે, મે મહિનામાં તાપમાન ૪૫ ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમી પડશે. પરંતુ મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે અને તેની અસર ચોમાસાના વરસાદ પર પડશે. અમદાવાદ, ડીસા, વડોદરા, દાહોદ, ઇડર, સુરત, ભાવનગર, ભુજ, નલિયા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢના વિસ્તારોમાં આકરી ગરમી પડશે. તેમજ રાજસ્થાનના અનેક ભાગોમાં આગ ઓકતી ગરમી પડી શકે છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થશે.એટલે ઉનાળામાં પણ વાતાવરણ વિપરીત રહેવાના શકયતા છે. માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહશે.તો એપ્રિલ મહિનામાં ધૂળની ભરી આંધી ફૂંકાશે અને મેં મહીનામ પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધશે. તેમજ વધુમાં આ અરસામાં આકરી ગરમી પડશે અને કેટલાંક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર કરશે. તો વળી કેટલાંક ભાગોમાં વિક્રમજનક ગરમી પડશે. એપ્રિલમાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં વરસાદ, હિમવર્ષા થતા જમ્મુ કાશ્મીરની નદીઓના જળસ્તરમાં વધારો થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution