અમદાવા-

ગુજરાત માં ગિરના મુખ્ય મથક ગણાતા તાલાળા માં આવતીકાલથી કેસર કેરીની સીઝનનો પ્રારંભ થશે. તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરરાજીની શરૂઆત સાથેજ ગુજરાતભરના દરેક સેન્ટરના વેપારીઓ કેસર કેરીની ખરીદી માટે આવશે. યાર્ડમાં કેરીના વેચાણ માટે ખેડૂતો આંબેથી કેરીનો ફાલ ઉતારવા લાગ્યા છે. યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે, કેરીના વ્યવસાય તેમજ ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે યાર્ડના સેક્રેટરી અને સ્ટાફ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. આરોગ્ય વર્ધક મનાતી કેસર કેરી તેના શ્રેષ્ઠ સ્વાદ, સુગંધ અને મીઠાશથી ભરપૂર હોય છે. કેરી ખાવાથી શરીરમાં લોહી અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કેરી કોરોનાના સમયમાં આરોગ્ય વર્ધક છે.