વોશિગ્ટંન-
અમેરિકામાં રહેતા 174 ભારતીયોએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની એચ-૧બી વિઝા પોલીસી વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યા છે. કોલંબિયાની એક કોર્ટમાં કરાયેલા એક કેસમાં કહેવામાં આવ્યું છે કે, એચ-1બીના નિયમથી પરિવાર અલગ થઈ જશે. આના કારણે ઘણા લોકો અમેરિકા નહીં આવી શકે અથવા તેમના માટે વિઝા નહીં મળી શકે. કોલંબિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે બુધવારે આ મામલામાં જવાબ આપવા માટે વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને કાર્યવાહક હોમલેન્ડ સિક્યોરીટી ચીફ ઉપરાંત લેબર સેક્રેટરીને સમન આપ્યું છે.
174 ભારતીયો તરફથી આ કેસ તેમના વકીલ વાસડેન બેનિયાસે કર્યો છે. જેમાં કહેવાયું છે કે એચ-1બી અને એચ-4 વિઝા પર બેનથી અમેરિકન ઈકોનોમીને નુકસાન થશે. આનાથી પરિવાર પણ અલગ થઈ જશે અને આ સંસદના આદેશો વિરુદ્ધ પણ છે.
આમા માંગ કરવામાં આવી છે કે એચ-૧બી અને એચ-4 વિઝા સંબંધિત નવા આદેશ પર પ્રતિબંધ લગાડવામાં આવે. આ ઉપરાંત વિદેશ વિભાગને એ આદેશ આપવામાં આવે કે તે આ વિઝા સાથે જાેડાયેલા તમામ પેન્ડિગ કેસને ઝડપથી ખતમ કરે.
22 જૂને ટ્રમ્પે એક આદેશ આપી એચ-૧બી વિઝા આપવા માટે આગામી વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમણે કહ્યુ હતું કે, આનાથી અમેરિકન્સને રોજગારીની તક વધુ મળી શકશે. ભારતે તેનો વિરોધ કરતા અમેરિકન સરકાર સાથે વાતચીત કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ટ્રમ્પે કહ્યુ હતું કે, ફેબ્રુઆરીથી મે મહિના વચ્ચે અમેરિકામાં બેરોજગારી ચાર ગણી વધી ગઈ છે. જેના કારણે તેમને આવા કઠોર પગલા લેવા પડી રહ્યા છે
Loading ...