21, માર્ચ 2025
નવી દિલ્હી:દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી લગભગ ૧૫ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા બાદ તેમના ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા મોકલવાનો ર્નિણય લીધો છે.
હોળીની રજા દરમિયાન દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. તે ઘરે નહોતા. પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાઓને ફોન કરીને આગ વિશે જાણ કરી હતી. જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘરમાં લાગેલી આગ ઓલવવા ગઈ ત્યારે તેમને મોટી રોકડ મળી આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને રોકડ રકમ વિશે ખબર પડી ત્યારે પાંચ સભ્યોના કોલેજિયમે તેમની ટ્રાન્સફર કરી દીધી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સીજેઆઇ સંજીવ ખન્નાને આ બાબતની જાણ થઈ, ત્યારે ૫ સભ્યોના કોલેજિયમે તેમને ટ્રાન્સફર કરવાનો ર્નિણય લીધો હતો. જાે કે, તે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું નથી. અહીં, હાઈકોર્ટ બાર એસોસિએશને જસ્ટિસ વર્માને અલ્હાબાદ પાછા ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો છે. એસોસિએશને કહ્યું કે કોલેજિયમનો ર્નિણય એક ગંભીર પ્રશ્ન ઉઠાવે છે કે શું અમે કચરાપેટી છીએ.