અમદાવાદ-

ગુજરાત યુથ કોંગ્રેસમાં કકળાટ થયો છે. પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ નિખિલ સવાણીએ રાજીનામુ આપ્યું છે. આ સંદર્ભે પત્રકાર પરિષદ નિખીલ સવાણીએ રાજીનામું આપ્યું છે. મહત્વની વાત છે કે રાજીનામાની જાહેરાત બાદ નિખિલ સવાણીને યુથ કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં નિખિલ સવાણીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, યુથ કોંગ્રેસે મેમ્બરશીપ અભિયાન પૈસા ઉઘરાવવા માટે કર્યું હતું. દર ત્રણ વર્ષે મેમ્બરશીપ અભિયાન માત્ર રૂપિયા ઊઘરાવવા માટે જ થાય છે. તાજેતરમાં જ પ્રદેશ કાર્યલય પર જે ઘટના ઘટી. આ ઘટના કોંગ્રેસના સિનિયર નેતાઓની હાજરીમાં 2 દિવસ પહેલા બની હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી અને હિમતસિંહ પટેલની હાજરીમાં જ હતી. કેટલાય લોકો યુથ કોંગ્રેસ અને NSUI ને પોતાના બાપની જાગીર સમજે છે. આવું કહી તેઓએ ઇન્દ્રવીજયસિંહ ગોહિલ અને તેના જૂથ પર આડકતરી રીતે પ્રહાર કર્યો હતો.

 કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના ઘરે કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યા છે.પ્રદેશ કોંગ્રેસના નેતા હજુ હાર્દિક પટેલના ઘરે ગયા નથી. હાર્દિક પટેલના પિતાનું અવસાન થયું છતાં કોઈ ઘરે ગયું નથી. હાર્દિક પટેલની કોંગ્રેસમાં સતત અવગણના થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ કાર્યક્રમ હાર્દિક પટેલની સતત અવગણના થાય છે. કોંગ્રેસના નેતાઓ જ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરૂ ઘડી રહ્યા છે. હાર્દિકની રાજકીય હત્યા કરવાનું આ ષડયંત્ર છે. હાર્દિક પટેલ સાથે અનેક અન્યાય થયા છે. રાજકોટના અત્યારના મેયર અને તેના જેવા અનેક કાર્યકરોએ આવા લોકોના કારણે કોંગ્રેસ છોડી ગયા. કોંગ્રેસના જ નેતાઓ દ્વારા હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ગુજરાત યુથકોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીનો ચોકવનારું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલને કોંગ્રેસમાં વારંવાર અપમાનિત કરવામાં આવે છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ઘરે નેતાઓ જાય છે, પરંતુ હાર્દિકના પિતાના અવસાન બાદ એકપણ નેતા ગયા નથી. હાર્દિક પટેલના પિતાના અવસાન બાદ તેના ઘરે જવાનો કોંગ્રેસના નેતાઓને સમય નથી મળ્યો. રાજ્યપાલને મળવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જાય તો પણ હાર્દિકને જાણ નથી કરાતી. ગુજરાત કોંગ્રેસમાં લેવાતા નિર્ણયો અંગે હાર્દિક પટેલને જાણ પણ કરવામાં નથી આવતી. જિલ્લા - તાલુકાના કાર્યક્રમોમાં આમંત્રણ કે તેની જાણ પણ હાર્દિક પટેલને કરાતી નથી.

વધુમાં નિખિલ સવાણીએ એન એસ યુ આઈથી લઈને પ્રદેશ કોંગ્રેસમાં જુઠબંધી ચાલતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.કોંગ્રેસને કેટલાક લોકો પોતાના બાપ- દાદાની જાગીર સમજતા હોવાનો આરોપ મુક્યો છે નિખિલ એ. યુથકોંગ્રેસની આંતરિક ચૂંટણી માત્ર ફંડ ભેગું કરવા માટે જ થાય છે.યુથકોંગ્રેસની ચૂંટણી માટે ફરજી મેમ્બરશીપ કરવામાં આવે છે.દર વખતે મેમ્બરશીપમાં લાખો લોકો જોડાય છે અને ચૂંટણી બાદ હજારો પણ દેખાતા નથી.કોંગ્રેસની જુઠબંધીનું કારણ યુથકોંગ્રેસની આંતરિક ચૂંટણી જ છે.બે દિવસ પહેલાના બનાવમાં મારી સાથે દુર્વ્યવહાર કરનારા સામે પગલાં નથી લેવાયા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, નેતાવીપક્ષ, ધારાસભ્યની હાજરીમાં ઘટના ઘટી છતાં કોઈ કાર્યવાહી ન થઈ.

કોંગ્રેસને કેટલાક લોકો પોતાના બાપ- દાદાની જાગીર સમજતા હોવાનો આરોપ લાગ્યો છે. ગુજરાત યુથકોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે. યુથકોંગ્રેસની આંતરિક ચૂંટણી માત્ર ફંડ ભેગું કરવા માટે જ થાય છે. યુથકોંગ્રેસની ચૂંટણી માટે ફરજીયાત મેમ્બરશીપ કરવામાં આવે છે. દર વખતે મેમ્બરશીપમાં લાખો લોકો જોડાય છે અને ચૂંટણી બાદ હજારો પણ દેખાતા નથી. કોંગ્રેસની જુથબંધીનું કારણ યુથકોંગ્રેસની આંતરિક ચૂંટણી જ છે. બે દિવસ પહેલાના બનાવમાં મારી સાથે દુર્વ્યવહાર કરનારા સામે પગલાં નથી લેવાયા. નોંધનીય છે કે, નિખિલ સવાણી પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલની સાથે જોડાયેલા હતા. તેમજ હાર્દિક પટેલના નજીકના માનવામાં આવે છે.