ગાંધીનગર-

આજે ભાજપના ધારાભ્યો મંત્રી પદ માટે શપથ લેવાના છે ત્યારે ભાજપ દ્વારા નો રિપીટ થિયરી નક્કી કરવામાં આવી છે જેને લઈ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કર્યા છે હાર્દિક પટેલે નવા મંત્રમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે જનતાએ હવે ભાજપ માટે નો-રિપીટ થિયરી નક્કી કરી છે. નવા મંત્રીમંડળ મુદ્દે હાર્દિક પટેલની પ્રતિક્રિયા આપી હતી.  કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે નો રિપીટ થિયરીને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપ લોકોને ગેરમાર્ગે દોરે, હવે જનતાએ ભાજપને માટે નો રિપીટ થિયરી નક્કી કરી છે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મંત્રીઓમાં પણ નો રિપિટેશનના નિર્ણય લેવામાં આવતા મંત્રી પદ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટા ભાગના ધારાસભ્યો હાલની સરકારમાં મંત્રી પદ ફિક્સ કરી બેઠા છે પરતું તેમનું પણ પત્તુ કપાઈ જતા તેઓ માત્ર ધારાસભ્ય જ બનીને રહી ગયા છે જેને લઈ કેટલાક નેતાઓના સમર્થકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.