અમદાવાદ-

પેટાચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં માળખામાં બદલાવ થયો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે નવા પ્રદેશ માળખામાં નિમણૂક કરવાનું શરૂ કર્યું છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને કોંગ્રેસની મોટી જવાબદારી સોંપવામાં આવી છે હાર્દિક પટેલને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પછી બીજા નંબરનું પદ એટલે કે, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું છે.

પ્રદેશ કોંગ્રેસના કાર્ય કરી અધ્યક્ષનું પદ મળ્યા પછી હાર્દિક પટેલ આજે ખોડલધામ માથું ટેકવ્યું હતું અને ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એવો મત વ્યક્ત કર્યો હતો કે, હું કોંગ્રેસનો ખુબ આભારી છું. હું દરેક વ્યક્તિ અને સમાજ માટે કામ કરીશ. ખેડૂતો બેરોજગારો ની સમસ્યા લઈને સરકાર સામે બાથ ભીડી ઉકેલ લાવીશું. તેણે એવો હુંકાર કર્યો હતો કે ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર બનશે એટલું જ નહીં પણ આગામી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને પક્ષપલટુને સબક મળશે.