હાથરસ-

હાથરસ કાંડમાં પીડિતાના પરિવારે અલાહાબાદ હાઇકોર્ટમાં હબીસ કોર્પસની અરજી દાખલ કરી હતી. જાેકે હાઇકોર્ટમાં પીડિતાના પરિવારજનોની આ અરજી ફગાવી હતી. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. કોર્ટના આદેશ પર જ અરજીકર્તાને સુરક્ષા આપવામાં આવી છે. અને તેમાં હસ્તક્ષેપ ના થવો જાેઇએ. આ આદેશ ન્યાયમૂર્તિ પ્રીતિંકર દિવાકર અને ન્યાયમૂર્તિ પ્રકાશ પંડ્યાની ખંડપીઠમાં પીડિતાના પિતા ઓમ પ્રકાશ અને 6 અન્યની અરજી પર આ સુનવણી આપી છે. આ અરજી હરિયાણાના અખિલ ભારતીય વાલ્મિકી મહાપંચાયતના રાષ્ટ્રીય મહાસચિવ સુરેન્દ્ર કુમારે દાખલ કરી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે વોટ્‌સઅપ સંદેશ દ્વારા પીડિતાના પરિવારે મહમૂદ પ્રાચા અને અન્યને વકીલ બનાવ્યા છે. પરિવારનો આરોપ છે કે કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે તે કેદ જેવું અનુભવી રહ્યા છે. જે પર કોર્ટે આદેશ આપ્યો કે પીડિતાના પરિવાર અને સાક્ષીઓને સુરક્ષા આપવામાં આવી છે. મનીષ ગોયલે આગળ કોર્ટમાં જણાવ્યું કે પરિવારને પર્સનલ ગાર્ડ આપવામાં આવ્યા છે. ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. અને પ્રશાસનના વકીલ કહ્યું કે અરજીકર્તા ક્યારેક બહાર જવાનું કહ્યુ નથી,

તેમને કોઇએ રોક્યા નથી અને તે સ્વતંત્ર છે. સાથે જ તેમણે કહ્યું કે આ ગરીબ અને અભણ પરિવારને ખબર નથી કે સંસ્થા અને રાજનૈતિક દળો તેમનો ખોટા દૂરઉપયોગ કરી રહ્યા છે. અરજી કરતા પરિવારના વકીલે કહ્યું કે પરિવારના લોકોને પ્રશાસને કેદ કરી રાખ્યા છે. કોઇને મળવા નથી દેવામાં આવતા. અને તેમના સેલ ફોન પણ છીણવી લેવામાં આવે છે. તે કોઇનાથી વાત નથી કરવા દેતા. અને હાથરસ જિલ્લાને બ્લોક કરી દેવામાં આવ્યું છે. અને પીડિતાને પરિવારજનોને પણ નથી મળવા દેવામાં આવતા. જાે કે હાલમાં કોર્ટે આ અરજીની ફગાવી છે.