લોકસત્તા ડેસ્ક 

સરસ મજાની શિયાળાની ઠંડી હોય અને જો તેમા ગરમ ગરમ વઘારેલો રોટલો ખાવા મળી જાય તો ખાવાની મજા જ કઇક અલગ હોય છે. ખાસ કરીને વઘારેલો રોટલો ખાવા માટે તમે ઢાબા પર જતા હશો. પરંતુ હવે ઢાબામાં નહીં ઘરે જ તમે વઘારેલો રોટલો બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય વઘારેલો રોટલો..

સામગ્રી

1 – બાજરીનો ઠંડો રોટલો

1 ચમચી – ઘી

1 ચમચી – તેલ

1/2 ચમચી – તલ

1/2 ચમચી – રાઈ

1 ચપટી – હિંગ

મીઠો લીમડો – વઘાર માટે

5 ચમચી – લીલું લસણ

2 ચમચી – લીલી ડુંગળી

1 વાટકી – છાસ

1/2 ચમચી – હળદર

1 ચમચી – મરચું

સ્વાદાનુસાર – મીઠું

1 ચમચી – કોથમીર

1 ચમચી -ખાંડ

બનાવવાની રીત

સૌ પ્રથમ રોટલાને બે હાથે મસળી જીણો કરી લેવો. પછી લીલી ડુંગળી, લીલું લસણ જીણું સમારવું. ત્યારબાદ એક વાસણમાં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, તલનો વઘાર કરી હિંગ અને મીઠો લીમડો નાખો. આ સાથે ભરપૂર પ્રમાણમાં લીલું લસણ અને લીલી ડુંગળી સાંતળીને તેમાં હળદર, મરચું, મીઠું નાખી રોટલો ઉમેરવો. બરાબર હલાવી છાસ ઉમેરવી, છાસ ખદખદે એટલે તેમાં ખાંડ ઉમેરવી અને ત્યારબાદ કોથમીર ભભરાવવી. પછી ગરમ ગરમ વઘારેલો બાજરીનો રોટલો પીરસવો.