રાજ્યમાં ગરમીનો રાઉન્ડ શરૂ, પાંચ દિવસ માટે ગરમીનું યલો એલર્ટ અપાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026  |   2178

છેલ્લા કેટલાક દિવસથી વેઘરની પેર્ટન ચેન્જ થતાં આ વર્ષે માર્ચમાં ઉનાળામાં જે ગરમી પડે, તેવી ગરમીનો અનુભવ ન થઇ શક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ માવઠું થયું છે. જાે કે હવે માવઠાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગે હવે તાપમાનમાં વધારો થવાના સંકેત આપ્યાં છે. આગામી દિવસોમાં ૪ ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગે આગામી ૫ દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનિય છે કે, ૧૧ એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે આ સિસ્ટમ ભારતના દક્ષિણ અને પૂર્વ વિસ્તારને અસર કરશે અને આ વિસ્તારમાં તેના કારણે કમોસમી વરસાદ થશે. પરંતુ આ સિસ્ટમથી ગુજરાતના વાતાવરણમાં કોઇ અસર નહિ થાય. આકશ સ્વસ્છ રહેશે અને તાપમાનો પારો ઉંચે જતાં અકળાવતી ગરમીનો અનુભવ થશે ૧૧થી ૧૪ એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં અમરેલીમાં ૩૬.૭ સૌથી વધુ તાપમાન નોંધાયુ. અમદાવાદમાં ૩૬.૬ અને ગાંધીનગર ૩૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત આઠ રાજ્યોમાં હવામાન ચેતવણી જાહેરી કરવામાં આવી છે. આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution