લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, માર્ચ 2026 |
4059
દીવ, હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે દીવમાં નોંધાયું હતું ૪૧.૩ ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજાે. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં વધઘટ જાેવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં વંટોળ તોફાનની અપેક્ષા છે, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. મંગળવારે ૪૨ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી તો ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું.