વડોદરા, તા.૨૧

શહેરમાં કોરોના મહામારી ના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા ફરી એકવાર માત્ર શુક્રવારી બજાર જ બંધ કરાવતા વિવાદ સર્જાયો છે જ્યારે શહેરના મોટાભાગના શાકમાર્કેટ સહિતના બજારોમાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી તેમ છતાં ચાલુ રાખવામાં આવ્યા છે.

શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થતા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે અગાઉની જેમ ફરી એકવાર શુક્રવારી બજાર ભરાયુ હતુ. દરમિયાન વોર્ડ નંબર ૮ ના અધિકારી કર્મચારીઓ અને દબાણ શાખા પોલીસ ની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી માઇક દ્વારા શુક્રવારી બજાર માં બેસતા તમામ પથારાવાળાઓ ને ખસી જવાની સૂચના આપી હતી.

વોર્ડ ઓફિસરે જણાવ્યું હતું કે હાલમાં કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની સૂચના પ્રમાણે દર શુક્રવારે ત્રીજા પાસે ભરાતા શુક્રવારી બજાર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો ર્નિણય કર્યો છે જેને ધ્યાનમાં રાખી આજે કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસની ટીમને સાથે રાખી પથારા વાળાઓને સુચના આપી હતી અને કોઈપણ પથારા વાળા ભેગા થઈ શુક્રવારી બજાર ભરાય નહીં તેની તકેદારી રાખવામાં આવી હતી.