27, ડિસેમ્બર 2022
પાદરા,તા.૨૬
પાદરામાં હિન્દૂ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાદરામાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા રેલી કાઢીને હિન્દૂ દીકરીને પરત લાવવા માટે પાદરા મામલતદાર અને પાદરા પોલીસ મથકે પી. આઈ ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી અને યુવતીના પરિવાર તેમજ હિન્દુ સમાજ દ્વારા ત્રણ દિવસનું અલ્ટીમેંટમ આપવામાં આવ્યું હતું દીકરી નેપરીવાર ને પરત નહિ સોંપવામાં આવે તો જલદ આંદોલન ની ચીમકી આપી હતી. જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ હાજરીઆપી હતી. પાદરાના રામેશ્વર સોસાયટીમાં હિન્દુની દીકરીને પાદરાના ડભાસા ગામનો રિક્ષા ચાલક વિધર્મી યુવક તૌફીક મલેક ધાક ધમકીઓ આપી ૨૧/૧૨/૨૦૨૨ બપોરે ૨ વાગે ઉઠાવી ગયો હતો. જેની જાણ પોલીસ સ્ટેશનમાં કર્યા છતાં પણ આજદિન સુધી પરતના ફરતા કે કોઈ જ પતો ના મળતા તમામ હિન્દુ સમાજ દ્વારા આક્રોશ રેલી યોજી પાદરા મામલતદાર અને પાદરા પીઆઈ ને આવેદન પત્રઆપી રજૂઆત કરવામાં આવી હતી. પાદરામાં હિન્દૂ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા લવ જેહાદનો કિસ્સો ટૂંકા ગાળામાં જ પ્રકાશમાં આવતા હિન્દૂ સમાજમા ભારે આક્રોશ જાેવા મળ્યો છે ત્યારે પાદરા છેલ્લા એક વષમાં ઉપરાછાપરી લવ જેહાદના કિસ્સાઓના બનાવથી હિન્દૂ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાદરા હિન્દૂ યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી જવાના બનાવ સામે પીડિત પરિવાર સાથે પાદરા માં વિવિધસંગઠનો દ્વારા આક્રોશીત રેલી કાઢીને લવ જેહાદમાં દોષીતા ને કડક સજા કરવાની માંગ સાથે પાદરાના દિનેશ હોલથી નવાપુરા, ગાંધી ચોક બજાર, અંબાજી મંદિર થઈ પાદરા મામલાતદર રેલી પહોંચી પાદરા મામલતદાર અને ત્યારબાદ પાદરા પોલીસ સ્ટેશન ખાતેઆવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. પાદરા ના બજરંગ દળ, હિન્દુ એકતા સંગઠન, આર. એસ. એસ, વીએચપી સહિત ના વિવિધ હિન્દૂ સંગઠનોના આગેવાનો તથારાજકીય આગેવાનો સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ રેલી માં જાેડ્યા હતા. અને ભારે આક્રોશ સાથે વિવિધ પ્લે કાર્ડ સહિત ભારે સુત્રોચ્ચાર સાથે લવ જેહાદના કિસ્સા અંગે હિન્દૂ અગ્રણીઓ એ તાત્કાલિક હિન્દૂ યુવતી ને શોધી લાવી પરિવારને સોંપવામાંઆવે તેવી માંગણી કરવામાં આવી હતી. વહીવટી તંત્રને ત્રણ દિવસનું અલ્ટીમેંટમ આપવામાં આવ્યું છે નહિતર આંદોલન પણ ચીમકીઆપી હતી. પાદરા માં વિવિધ હિન્દુ સંગઠનો તથા આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં વિવિધ પ્લેકાર્ડ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતોમહિલાઓ પણ મોટી સંખ્યામાં રેલીમાં જાેડાય હતી જ્યાં એક વર્ષ માં લવ જેહાદના ઉપરાછાપરી બનતા બનાવો તેમજ લેન્ડ જેહાદ નાબનતા બનાવો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો લવ જેહાદના બનેલા બનાવ મા આક્રોશીત રેલીમાં પાદરા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરાના ધારાસભ્યચૈતન્યસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફરીવાર આવા કિસ્સા ન બને તેમજ વિદ્વર્મી યુવાનને કડક માં કડક સજાની માંગ પણધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે આવેદનપત્ર થકી પાદરા માં વિધર્મીઓ તથા અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા ઉપર અતિક્રમણ સરકારી જગ્યામાં દુકાનોબનાવી તેમજ પાદરાના ગોવિંદપુરા, મોચી બજાર, વિશ્વકર્મા બજાર વિસ્તારમાં પ્રજા ને ત્રાસ, પાદરા માં વિધર્મી સમાજ ના લોકો દ્વારાઅવાર નવાર ધાક ધમકી આપી ખોટી દહેશત , દારૂ જુગાર ડ્રગ્સ જેવા બે નંબર ના કાળા ધંધા ચલાવી પાદરાની સ્થિતિ બગડે જેવાઆક્ષેપો સાથે ભારે રોષ સાથે પાદરા ના મામલતદાર તથા પાદરા પીઆઈ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ટૂંકાગાળામાં બીજી યુવતી વિધર્મીનો ભોગ બની
પાદરામાં ટૂંકા જ ગાળામાં બીજી યુવતી વિધમીનો ભોગ બનતા હિન્દુ સમાજમાં ભારે રોષ જાેવા મળ્યો. પોલીસ દ્વારા ૧-૨મહિના પહેલા લવ જેહાદના બનાવમાં કોઈ કાર્યવાહી નહી થઈ તથા તાજેતરમાં બનેલી ઘટનામાં ત્વરિત કડક પગલાં ભરવા લેવા તથાજવાબદારી પોલીસ તંત્રની છે જે તમામ ઘટનાઓમાં બાબતે બિલકુલ નિષ્ક્રિય છે તેવા આક્ષેપ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યુંહતું.