28, મે 2024
આઈઝોલ :મિઝોરમની રાજધાની આઈઝોલની બહારના વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક ખાણ તૂટી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.જ્યારે બે લોકોને બચાવી લેવાયા છે. પોલીસકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. ભારે વરસાદને કારણે નદીઓના સ્તરમાં પણ વધારો થયો છે. નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવું પડે છે. રાજ્યની સ્થિતિને જાેતા મુખ્યમંત્રી લાલ દુહોમાએ બેઠક બોલાવી હતી. આ ઘટના આઈઝોલ શહેરની દક્ષિણ સીમા પર મેલ્થમ અને હલીમેન વચ્ચે સવારે ૬ વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ મહાનિર્દેશક અનિલ શુક્લાએ કહ્યું કે અત્યાર સુધીમાં કાટમાળમાંથી દસ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.જ્યારે હજુ પણ ઘણા લોકો તેની નીચે દટાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં સાત સ્થાનિક હતા, જ્યારે ત્રણ અન્ય રાજ્યોના હતા. તેમણે વધુમાં કહ્યું કે, “ભારે વરસાદને કારણે ૧૦થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.” હંથરમાં નેશનલ હાઈવે-૬ પર ભૂસ્ખલનને કારણે આઈઝોલ દેશના અન્ય ભાગોથી કપાઈ ગયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં ભારે વરસાદને કારણે વરસાદને કારણે તમામ શાળાઓ બંધ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે આઈઝોલના સાલેમ વેંગમાં ભૂસ્ખલનને કારણે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ, આ દુર્ઘટનામાં ત્રણ લોકો લાપતા થઈ ગયા. હાલ તેમની શોધખોળ ચાલુ છે. ભૂસ્ખલનને કારણે ઘણા આંતરરાજ્ય રાજમાર્ગો પણ ખોરવાયા હતા. વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી લાલદુહોમા ગૃહમંત્રી કે. સપડાંગાએ મુખ્ય સચિવ રેણુ શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.