/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પશ્ચીમ બંગાળમાં કોરોના કોપ કહેર વચ્ચે ભારે મતદાન: રવિવારે મત ગણતરી

કોલકાતા-

પશ્ચીમ બંગાળમાં આજે વિધાનસભાની ચૂંટણીનાં આઠમા અને અંતિમ દોરની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 56.19 ટકા મતદાન થયુ હતું.આ મતદાન સાંજના સાડા છ વાગ્યા સુધી ચાલુ રહેશે. 2 મેના રોજ મત ગણતરી શરૂ થશે અને પરીણામ જાહેર થશે. કોલકાતાની સાત વિધાનસભા સીટો સહિત વીરભુમીની 11, મુર્શીદાબાદની 11 અને માલદા જીલ્લાની છ સીટો સહીત 35 વિધાનસભા સીટ પર મત નાંખવામાં આવી રહ્યા છે. 2 મેના રોજ મત ગણતરી થશે તે સાથે જ બંગાળનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચૂંટણી પંચનાં આંકડા અનુસાર બપોરે એક વાગ્યા સુધીમાં 56.19 ટકા મતદાન થયુ છે જેમાં સૌથી વધુ વીરભુમીમાં 60.03 ટકા,મુર્શીદાબાદ જીલ્લામાં 58.86 ટકા, સૌથી ઓછુ કોલકાતા ઉતરમાં 41.73 ટકા મતદાન થયુ છે. રાજયપાલ જગદીપ ધનખડ અને તેમની પત્નિએ ચૌરંગીમાં મતદાન કર્યું હતું. દરમ્યાન વડાપ્રધાન મોદીએ પશ્ર્ચિમ બંગાળમાં લોકોને મતદાન દરમ્યાન કોરોના પ્રોટોકોલનુ પાલન કરવાની અપીલ કરી છે. વડાપ્રધાન ટવીટ કરીને આ અપીલ કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution