ગાંધીનગર-

સરગાસણમાં એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની પાર્ટી દરમિયાન થયેલ ફાયરિંગ માં એકનું મોત નિપજ્યુ છે. ફાર્મ હાઉસમાં મિત્રએ જ ફાયરિંગ કરી મિત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. દારૂ પીતા સમયે બંને વચ્ચે થયેલી માથાકૂટ બાદ મિત્રએ ગોળી ચલાવી હતી.

મળતી માહિતી મુજબ ગાંધીનગરના સરગાસણ રોડના હડમતિયા વિસ્તારમાં સામ્રાજ્ય ફાર્મ હાઉસ આવેલું છે. ગઈકાલે શુક્રવારે આ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ યોજાઈ હતી. જેમાં સામ્રાજય પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ કલ્યાણ માણિયા, જયદીપસિંહ ગોહિલ, તરુણસિંહ તેમજ સંતોષ ભરવાડ, હરપાલસિંહ જનક જયરાજસિંહ તેમજ મોહિત એમ આઠ મિત્ર ગઈકાલે દારૂની મહેફિલ માણવા બેઠા હતા. દારૂની પાર્ટી વચ્ચે જ એક વાત મુદ્દે ચર્ચા થઈ હતી, જેને બાદમાં મોટુ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં તમામ મિત્રો અંદરોઅંદર બાખડી પડ્યા હતા. આ દરમિયાન પ્રવીણભાઈ, જયદીપસિંહ અને તરુણસિંહ વચ્ચેના ઝઘડાએ મોટુ સ્વરૂપ લઈ લીધુ હુતં. જેથી જયદીપસિંહ પોતાની રિવોલ્વર કાઢીને પ્રવીણસિંહના શરીરમાં ગોળી ધરબી દીધી હતી. ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તમામ મિત્રોને કસ્ટડીમાં લીધા હતા.