વડોદરા , તા. ૧૮

ઐતિહાસિક સ્થળોથી ઓળખાતા વડોદરા શહેરના સ્થાપ્નાદિને અનેક લોકો દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહર વિશે યુવા પેઢીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે તે સાથે આવતીકાલથી હેરિટેજ વીકનો પણ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યુવા પેઢીને વારસા વિશે અવગત કરાવવા માટે હેરિટેજ વોક, સેમિનાર સહિતનું આયોજન કર્યું છે. ત્યારે શહેરમાં સૌથી જૂની ઐતિહાસિક ઈમારત ભદ્ર કચેરી બિસ્માર હાલતમાં જાેવા મળી રહી છે તે સિવાય સયાજી વિહાર કલબ તેમજ સેવાસી વાવ સહિતની ઐતિહાસિક ઈમારતો બિસ્માર અવસ્થામાં જાેવા મળી હતી.