કોરોના વાયરસનો કહેર આખા વિશ્વમાં લાખો લોકોના જીવ લઇ ચુક્યો છે, આવી પરિસ્થિતિમાં સૌથી વધુ સમસ્યા નડી હોય તો તે ગરીબ અને શ્રમિકોને છે, જે રોજગારી માટે બીજા શહેરમાં જાય છે અને પોતાના પરિવારનું પેટ ભરે છે. પણ એક રિઅલ હિરો કહી શકાય તે રીતે બોલીવુડ અભિનેતા સોનુ સૂદે મદદનો હાથ લંબાવ્યો અને પછી શુ હતુ, હજારો લોકોને પોતાના ઘરે વતન પાછા મોકલ્યા હતા. આ સ્થળાંતર કામદારોને આપત્તિના આ ખરાબ તબક્કામાં મદદ કરીને મસિહા બન્યો છે.

પૈસાની ગેરહાજરીમાં પગપાળા જતા લોકોને બસોમાં બેસાડીને ઘરે મોકલ્યા છે. જે તસવીર તેમના ટ્વિટર એકાઉન્ટમાં મૂકવામાં આવી છે. પોતાના 47 મા જન્મદિવસ પ્રસંગે સૂદે જાહેરાત કરી છે કે ,હવે તેઓ સ્થળાંતરીઓને નોકરી મેળવવામાં મદદ કરશે. તેણે આ માટે 'પ્રવાસી રોજગાર' નામની એક એપ પણ શરૂ કરી. સુદે તેના પ્રયત્નો દ્વારા 58 સ્થળાંતર કરનારાઓને રોજગારી આપી હતી. આ વખતે સોનુ સૂદે શાનદાર કામગીરી કરી છે. તે એક કાર્ય છે જે સરકાર સરળતાથી કરી શકતી નથી.

સૂદે 20 હજાર સ્થળાંતર કામદારોને નોઇડામાં ઘરની ઓફર કરી છે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. આ ટ્વીટમાં લખ્યુ છે કે, 20 હજાર કામદારો માટે મકાનો બનાવવાનું કામ રાષ્ટ્રીય એસોસિએશન ફોર એલિવેશન કોન્ટ્રાક્ટર્સના પ્રમુખ લલિત ઠુકરાલ સાથે મળીને 24 કલાક ચાલશે. સોનુએ પહેલી વાર કહ્યું છે કે દરરોજ કેટલા લોકો તેમની પાસે મદદ માટે પૂછે છે.

સોનુ સૂદે આ અંગેના આંકડા પણ શેર કર્યા છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે જણાવ્યું હતું કે કેટલા લોકો તેમની પાસે જુદા જુદા માધ્યમો દ્વારા મદદ માંગવા આવે છે. જો તમે સોનુ સૂદ દ્વારા શેર કરેલો ડેટા માનો તો - '1137 ઇમેઇલ્સ, 19,000 ફેસબુક સંદેશા, 4,812 ઇન્સ્ટાગ્રામ સંદેશા, 6,741 ટ્વિટર સંદેશા … દ્વારા રોજ લોકો તેમની પાસે મદદ માગી રહ્યાં છે. સોનુ સુદ સમાજસેવાને કારણે મસીહા બની રહ્યાં છે.