લેખકઃ વૈદ્ય પૂજા વિહારીયા |
સામાન્ય રીતે શરીર પર વાળ હોવા એ કુદરતી છે. પુરુષોમાં આખા શરીર પર વાળ મોટા પ્રમાણમાં,કાળા અને ઘટ્ટ હોય છે પરંતુ સ્ત્રીઓમાં આવું હોતું નથી. મોટાભાગે રુવાંટી આખા શરીર પર હોય છે પણ વધુ વાળ સ્ત્રીઓમાં હોતા નથી. સ્ત્રીઓમાં કુદરતી રીતે વાળ માથામાં, હાથની નીચે, યોનિપ્રદેશમાં અને ક્યારેક સ્તનના નિપલની આસપાસ હોય છે.
હિર્સુટિસમ એટલે કે કાળા ઘટ્ટ રંગના વધુ પડતાં વાળનો વિકાસ મોઢા પર અને શરીરના વચ્ચેના ભાગ પર થવો. આ સમસ્યા સામાન્ય રીતે આજકાલ ખૂબ વધતી જાેવા મળે છે. તરુણીઓમાં અને મધ્ય વયની સ્ત્રીઓમાં ખૂબ ચિંતાજનક રીતે આ સમસ્યાનો વધારો થઈ રહયો છે. આ સમસ્યાનું મુખ્ય કારણ એંડ્રોજન(ટેસ્ટો સ્ટેરોન) નામના હોર્મોન હોય છે જે સામાન્ય રીતે પુરુષોમાં વધુ જાેવા મળે છે.
આયુર્વેદમાં મુખ્યત્વે જીવન જીવવાના ત્રણ સ્તંભ અગત્યના દર્શાવ્યા છે,જેમાં આહાર, નિંદ્રા, બ્રહ્મચર્ય આવે છે. આજકાલ આ ત્રણે સૌથી વધુ બગડ્યાં છે. લોકો ફાસ્ટ જીવનશૈલીના કારણે ના સરખું ભોજન લે છે કે ના સરખી ઊંઘ. જમવામાં બહારનું જમવાનું ચલણ ફેશન બનતી જાય છે અને મોડી રાત સુધી ઉજાગરા કરવા, મોબાઈલ અને ટીવી પાછળ સમય વિતાવવો એ પણ જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. મુખ્યત્વે આ જ કારણસર લોકો અવનવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે. હોર્મોન બેલેન્સ ના રહેવું એ પણ આ જ કારણોસર થાય છે. સ્ત્રી પુરુષ બંનેમાં આ કારણોસર અલગ અલગ બિમારીઓ જાેવા મળે છે એમાં હિર્સુટિસમ એક છે.
સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવ સામાન્ય રીતે ૧ ટકા જેટલો જ હોય છે અને શરીરમાં ફરતો રહે છે પણ કોઈ કારણ મળતા તે અચાનક વધી જાય છે. ચામડીમાં રહેલી તૈલી ત્વચા પહેલા ખીલની સમસ્યા ઉત્પન્ન કરે છે અને ધીમે ધીમે વધતાં જતાં એંડ્રોજન હોર્મોન વધુ પડતાં વાળ ઉગવામાં સહાયક બને છે. સામાન્ય રીતે આ ઁર્ઝ્રંડ્ઢ નામના રોગમાં સૌથી વધુ થાય છે.
બોક્સ
હિર્સુટિસમના કારણો –
• પુરુષ અંતઃસ્ત્રાવો નું વધુ પડતું હોવું
• સ્ત્રી બીજાશયમાંથી એંડ્રોજનનો વધુ સ્ત્રાવ થવો
• અમુક વિશેષ જાતિઓમાં આ સમસ્યા જાેવા મળે છે
• વારસાગત કારણોસર
• કિશોરાવસ્થામાં, પ્રેગ્નેન્સીમાં, અને મેનોપોઝમાં આવા ફેરફાર થઈ શકે
• સ્થૂળતા
• પીસીઓડી નામના રોગમાં વિશેષ જાેવા મળે છે
• સારટોલી સેલ ટયૂમરમાં જાેવા મળે છે
• કુશિંગ સિન્ડ્રોમ
• ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન કરતી સ્ત્રીઓમાં હોર્મોન ઈમ્બેલેન્સના કારણે જાેવા મળે છે.
• મેનોપોઝ પછી અથવા મેનોપોઝ દરમિયાન
• પીટયૂટરી ગ્રંથિમાં ગાંઠ
લોહી પરીક્ષણમાં અંતઃસ્ત્રાવોંની તપાસથી તેનું નિદાન કરી શકાય છે. ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન(એંડ્રોજન ) નામના હોર્મોનની વધતી માત્રા લોહીમાં જાેવા મળે છે.
બોક્સ
સારવાર
કયા કારણસર આ સમસ્યા થઈ છે તે પહેલા જાણવું ખૂબ જરૂરી બને છે, ત્યાર બાદ તે કારણને દૂર કરી શકાય છે. શરીર માં પુરુષ હોર્મોન વધવાના કારણે આ સમસ્યા થાય છે તો તેના બીજા કારણો પણ હોય શકે. સ્થૂળતા પણ તેમાં અગત્યનું કારણ છે જેમાં વજન ઊતારવું એ ખૂબ જરૂરી છે. તેનાથી ઇન્સ્યુલીન અને એંડ્રોજન બંને ઘટે છે. બોડી માસ્ક ઇંડેક્સ (મ્સ્ૈં) ૨૫ કરતાં વધુ ના હોવો જાેઈએ . એડ્રીનલ કે ઓવરીયન ટયૂમર હોય તો તેનું ચોક્કસ નિદાન કરવું જરૂરી છે. ગર્ભનિરોધક ગોળીનું સેવન કરવાથી આ સમસ્યા થઈ હોય તો તે કારણને દૂર કરવું પડે છે.
બોક્સ
આયુર્વેદમાં સારવાર શકય છે
હા, આયુર્વેદ માં તેની સારવાર શકય છે. અસંતુલિત હોર્મોનના કારણે મુખ્યત્વે આ તકલીફ થતી હોય છે તેથી સૌથી પહેલા હોર્મોનનું સંતુલન થાય તે જરૂરી છે. આયુર્વેદમાં પંચકર્મ સારવારથી આ અસંતુલિત હોર્મોનને સંતુલનમાં લાવી શકાય છે. જેમાં વિશેષ રીતે વમન, વિરેચન અને નસ્ય લાભદાયી છે. પંચકર્મ સારવાર કર્યા બાદ જીવનશૈલીમાં પરિવર્તન લાવવાથી અને અમુક ખાસ પ્રકારની દવાઓથી આ રોગ સંપૂર્ણ મટી શકે છે. ધીરજપૂર્વક અને યોગ્ય નિષ્ણાત પાસે સારવાર કરવવાથી જરૂર ફાયદો થઈ શકે. આયુર્વેદ સારવાર કરવાથી ખર્ચાળ લેસર થેરાપી અને બીજી મોંઘી સારવારથી બચી શકાય છે.