લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026 |
2475
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ સાણંદમાં ભવ્ય રોડ શોમાં હજારો લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ ૨૨ હજાર ૫૧૬ કરોડના ખર્ચે નિર્મિત માઈક્રોન સેમિકન્ડક્ટર છ્સ્ઁ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીનો આ ગુજરાત પ્રવાસ સેમિકન્ડક્ટર ઉદ્યોગ ક્ષેત્રે હજારો લોકોને રોજગારી આપશે તથા વિશ્વ સ્તરે પણ આ પહેલ ગેમ ચેન્જર સાબિત થશે તેવું નિષ્ણાતોનું માનવું છે. સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચેની અતૂટ ભાગીદારીનું જીવંત પ્રમાણ છે. વિશ્વના બે સૌથી મોટા લોકતંત્ર દેશો જ્યારે સાથે મળીને કામ કરે છે, ત્યારે તે વૈશ્વિક પરિવર્તનનું કારણ બને છે. ખાસ કરીને છૈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને સેમિકન્ડક્ટર ચિપ નિર્માણના ક્ષેત્રમાં ભારત અને અમેરિકાની ભાગીદારી આગામી સમયમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. છૈં સમિટમાં પણ આ બંને દેશોના સહિયારા પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત સૂચવે છે. સાણંદ પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક થઈને કહ્યું કે, સાણંદ એ એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારનો વિકાસ એ ગુજરાતની પ્રગતિનું પ્રતીક છે. સાણંદના ઓટોમોબાઈલ હબ બનવા પાછળની રોચક વાત વહેંચતા વડાપ્રધાને જણાવ્યું કે, આ પ્રગતિની શરૂઆત માત્ર એક રૂપિયાના મેસેજથી થઈ હતી. તેમણે રતન તાતાને સ્વાગતમ્નો મેસેજ મોકલીને ગુજરાતમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. એક ગુજ્જૂ શું કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ એક રૂપિયાના રોકાણે સાણંદનું ચિત્ર બદલી નાખ્યું અને ટૂંક સમયમાં જ મોટી ઓટોમોબાઈલ કંપનીઓ અહીં આવતા સાણંદ દેશનું મોટું ઓટોમોબાઈલ હબ બની ગયું.
વડાપ્રધાને જણાવ્યું કે, સાણંદમાં મોટી કંપનીઓ આવવાને કારણે માત્ર સ્થાનિક ઉદ્યોગો મજબૂત નથી બન્યા, પરંતુ લાખો યુવાનોને રોજગારી પણ મળી છે. આજે સાણંદે વિશ્વના નકશા પર પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, જે રીતે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સાણંદે કાઠું કાઢ્યું છે, તેવી જ રીતે આગામી સમયમાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં પણ સાણંદ સફળતાનો નવો અધ્યાય લખશે અને દેશના આધુનિકીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે.