મુંબઇ

હોલિવૂડની જાની-માનિ એક્ટ્રેસ અંજેલિના જોલીએ તેમના નવા દાવાથી હડકંપ માચાવી દીધો છે. તેમને તમના પૂર્વ પતિ બ્રૈડ પિટ  પરના ઘરેલુ હિંસાના આરોપો લગાવ્યો છે. ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ, મુજબ 45 વર્ષની જોલીએ કોર્ટમાં તેમના દાવાને સાચા સાબીત કરવા માટે તેમને જરુરી સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ્સ પણ રજુ કરવામાં આવ્યા હતા. અંજેલિના એ 12 માર્ચએ કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સમાં અંજેલિનાએ તે દાવો કર્યો છે જરુરત પડશે તો તેમના બાળકો પણ આ વાતની ગવાહી આપવા માટે તૈયાર છે કે બ્રૈડ પિટ  તેમની સાથે મારપીટ કરતા હતા. આના સિવાય પણ તેમની પાસે સબુત છે જે જરૂરિયાત પર આપી શકે છે.

તમે જણાવી દઈએ કે બ્રૈડ  અને અંજેલિના  ફિલ્મ ‘મિસ્ટર અને મિસીઝ સ્મિથ’ની શુટિંગ દરમીયાન નજીક આવ્યા હતા. તેના પછીના ઘણા વર્ષોની ડેટિંગ કર્યા પછી તેમણે 2014 માં લગ્ન કર્યાં હતા. તેના બે વર્ષ પછી તે જુદાં થઈ ગયા હતાં અને એક- બીજા પર આરોપ લગાવ્યા પછી કાનૂની લડાઈમાં કુદી પડ્યા હતા. બંનેએ અત્યાર સુધી છુટાછેડા લીધા નથી. પરંતુ એપ્રિલ, 2019 માં કોર્ટે તેમને કાયદેસર રીતે ‘સિંગલ’ જાહેર કર્યા હતા.

રિપોર્ટ્સ મુજબ, કપલ તેમના બાળકોની જોઇંટ કસ્ટડી માંગ છે. તેમને છ બાળકો છે, જેમાંથી ત્રણ તેમના બાયોલોજીકલ બાળકો છે, જ્યારે ત્રણ ગોદ લીધેલા બાળકો છે. અંજેલિના આ બાળકોની જુબાની પર બ્રૈડ પર લગાવેલા આરોપો સાચા સાબિત કરવા માટે પ્રયાસ કરી રહી છે. જેના લીધે તેમની આલોચના પણ થઈ રહી છે.

તમને જણાવી દઈએ એન્જેલીના જોલીએ ત્રણ લગ્ન કર્યા છે. બ્રૈડ પિટ  સાથે 2014 માં લગ્ન કરતા પહેલા તેમણે વર્ષ 1996 માં જોની લી મિલર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બિલી બોર્બ થોર્નટન સાથે વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. જો કે, તે હવે એકલી છે અને બાળકોની કસ્ટડી માટે બ્રૈડ પિટ સાથે કાનૂની લડત લડી રહી છે.