ઘરફોડ-વાહનચોરીના ચોરને ૧૨.૫૦ લાખના મુદ્‌ામાલ સાથે પીસીબીએ ઝડપી પાડયો
02, જાન્યુઆરી 2022

વડોદરા, તા.૧

નવા વર્ષના પ્રથમ દિવસે જ પીસીબી શાખાને મોટી સફળતા હાથ લાગી છે. હાઈવે ઉપર ઊભેલા વાહનો અને ઘરફોડ ચોરીઓના ૨૭ ગુનાઓમાં સંડોવાયેલા અઠંગ ગુનેગારને ૧૨ લાખ ઉપરાંતના મુદ્‌ામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીના પીઆઈ જે.જે.પટેલને બાતમી મળી હતી કે કપુરાઈ બ્રિજ પાસેથી એક શંકાસ્પદ બોલેરો પસાર થવાની છે જેના આધારે પીએસઆઈ કરડાણી અને એએસઆઈ અરવિંદભાઈની ટીમને રવાના કરી હતી. ટીમે બોલેરો પીકઅપ ઝડપી ઈસમની પૂછપરછ કરી હતી. જેમાં વાડી પટેલ એસ્ટેટમાં ઘરફોડ ચોરી તેમજ અમદાવાદના નારોલ વિસ્તારમાંથી વાહનની ચોરી કરેલાની કબૂલાત કરી હતી. ચોરીનો મુદ્‌ામાલ ખરીદનાર ઈસમ સિદ્દીક ડોસુખાન પઠાણને પણ ઝડપી પાડયો હતો.

અઠંગ ચોર સિકંદર ઉર્ફે ફરીદ હુસેન (રહેવાસી મકાન નં. ૨૯૬ કિસાનનગર કેલનપુર) સામે શહેરના જુદાજુદા પોલીસ મથકોમાં ૨૭ ગુના અને એક વાર પાસા પણ થયેલ છે. જ્યારે અમદાવાદના નારોલ, નબીપુર, કરજણ, વાઘોડિયા જેવા વિસ્તારોમાં પણ ટ્રકની બેટરીઓની ચોરી કરી હોવાથી લોખંડની ડાઈ, રિંગો, ડ્રમના હેન્ડલ લોક, પતરાંનો સ્ક્રેપ, બોલેરો મળી કુલ રૂા.૧૨.૫૩ લાખનો મુદ્‌ામાલ પીસીબીએ કબજે કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution