અમદાવાદ-

હની ટ્રેપના કિસ્સામાં પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ગીતાબાનુ પઠાણની ધરપકડ કર્યા બાદ હવે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની પણ સંડોવણી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે હેડ કોન્સ્ટેબલ શારદાબેનની ધરપકડ કરી પુછપરછ હાથધરી છે.

શહેરમાં વેપારીઓને ટારગેટ કરીને ફેસબુક પર મિત્રતા કેળવી એકાતમાં મળવા બોલાવી બીજા દિવસે વેપારીના વિરુદ્ધમાં બળાત્કાર અને પોક્સો સહીતની અરજી મહિલા પોલીસ સ્ટેશનમાં આપી સમાધાન પેટે લાખો રૂપિયા પડાવતી હોવાની અરજી શહેર ક્રાઈમ બ્રાંચમાં આવી હતી. જેની તપાસ કરતા આ કામમાં સંડોવાયેલા પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીતાબાનુ પઠાણ સહીત 6 લોકોની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. ત્યારબાદ આરોપીની પુછપરછ કરી ત્યારે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વુમન હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટની પણ સંડોવણી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે વુમન હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટની પણ ધરપકડ કરીને પુછપરછ હાથધરી છે.