વડોદરા, તા. ૨૬

પોલીસ કમિશ્નરે બોલાવેલી બેઠકમાં ભાગ લઈને પરત જઈ રહેલા જેપી રોડ પોલીસ મથકના પીઆઈની પોલીસ વાન સાથે તાંદલજાના યુવકે તેની બાઈક ધડાકાભેર અથડાવી અકસ્માત કરતા તેને જેપી રોડ પોલીસ મથકે લઈ જવાયો હતો. જાેકે પોલીસ મથકમાં લવાયેલા બાઈકચાલકે પોલીસ જવાનોને મુજે જાને દા,ે નહી તો સબકો જાનસે માર દુંગા તેવી ધમકી આપી ભાગવાનો પ્રયાસ કરતા યુવક વિરુધ્ધ જેપીરોડ પોલીસે અકસ્માત તેમજ પોલીસને ધમકી આપવાની ફરિયાદ નોંધી હતી.

શહેર પોલીસ કમિ.એ ગઈ કાલે બપોરે શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં જેપી રોડ પોલીસ મથકના પીઆઈ બી.જી.ચેતરિયા પણ હાજર રહ્યા હતા. બેઠક પુરી થતાં મોડી સાંજે પીઆઈ જેપી રોડ પોલીસની વન મોબાઈલમાં પોલીસ મથકે જતા હતા તે સમયે અકોટા-મુજમહુડા રોડ પર ફોચ્ર્યુન હોટલ પાસે પુરઝડપે આવેલા જીજે-૦૬-એલએમ-૩૬૫૫ નંબરની યામાહા બાઈકના ચાલક ૩૫ વર્ષીય મોહસીન હાજીભાઈ કડીવાલા (મરિયમ એપાર્ટમેન્ટ,યોગીકુટીર પાસે,તાંદલજા)એ તેની બાઈક પોલીસવાનની પાછળ ધડાકાભેર અથડાવી અકસ્માત કર્યો હતો અને અકસ્માતમાં તે ચાલુ બાઈકે નીચે પટકાયો હતો. આ અકસ્માતના પગલે પોલીસવાનમાં હાજર પોલીસ જવાનોએ મોહસીનને ઝડપી પાડ્યો હતો અને તેની સામે ફરિયાદ નોંધાવવા માટે તેને પોલીસ મથકે લઈ જવાયો હતો.

જાેકે પોલીસ મથકમાં લવાતા જ મોહસીને તેને પોલીસ મથકમાં કેમ લાવ્યા છે ? તેવો પ્રશ્ન કરતા તેને પીએસઆઈ કે વી ડીંડોરે સરકારી વાહન સાથે અકસ્માત કરી નુકશાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરવા માટે લવાયો છે તેમ જણાવ્યું હતું. પોલીસની વાત સાંભળતા જ ઉશ્કેરાયેલા મોહસીને પીએસઆઈ ડીંડોર અને અન્ય પોલીસ જવાનોને પોલીસ મથકમાં જ અપશબ્દો કહ્યા હતા અને ‘‘ તુમ મુજે પહેચાનતે નહી હો, મેરા નામ મોહસીન હૈ, મેરે ઉફર કઈ ગુને દાખીલ હૈ, મે પોલીસસે ડરતા નહી હું મુજે જાને દો નહી તો મે તાંદલજા મે હી રહેતા હું, તુમ સબ પોલીસવાલે કેસે નોકરી કરતે હો મે દેખતા હું, મુજે જાને દો નહી તો સબકો જાનસે માર દુંગા ’’ તેવી ધમકી આપી હતી અને પોલીસ મથકમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે તે ફરાર થાય તે અગાઉ પોલીસ જવાનોએ તેને ઝડપી પાડ્યો હતો. મોહસીન વિરુધ્ધ જેપી રોડ પોલીસે સરકારી વાહન સાથે અકસ્માતનો તેમજ પોલીસ જવાનોને અપશબ્દો બોલી ધમકી આપવાની બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી.