લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, એપ્રીલ 2026 |
વડોદરા |
2277
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ અનેક દાવેદારો કપાતા નારાજગી જાેવા મળી હતી. વોર્ડ ૧૪, ૧૬ અને વોર્ડ-૧૮ના કાર્યકરો ઉમેદવારોની પસંદગીને લઈ રજૂઆત કરવા શહેર ભાજપા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. કેટલાકે તો ફેર વિચારણાં કરવાની રજૂઆત કરી હતી.
વોડદાર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે યાદી જાહેર થતાની સાથે કેટલાક વોર્ડમાં ઉમેદવારોની પસંદગી સામે ભાજપાના કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે યાદી જાહેર થતાની સાથે મોડી સાંજે વોર્ડ-૧૪, વોર્ડ-૧૬ અને વોર્ડ-૧૮ના સંગઠનની તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં શહેર ભાજપા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને ઉમેદવારોની પસંગદી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે પાછલા અનેક વર્ષોથી પક્ષ માટે કામ કરીયે છે. જ્યારે વોર્ડ નંબર ૧૮માં ભાજપ દ્વારા બે આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં અને દાવેદારોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
ઉમેદવાર ચેતન પરમાર અને દીપા પંચાલની પસંદગી સામે દાવેદારો અને કાર્યકરોએ પરિવારવાદનો આક્ષેપ કરી સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. આ અસંતોષને પગલે મોટી સંખ્યામાં વોર્ડ નં-૧૮ના કાર્યકરો વિરોધ નોંધાવવા માટે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને કહ્યું હતુ કે,ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, બહારના કોઈ ચલાવી નહી લેવાય ત્યારે અમારો વોર્ડની બહારના ઉમેદવારનો વિરોધ હોવાની રજૂઆત કરી ફેર વિચારણા કરવાની રજૂઆત કરી હતી.