અમદાવાદ-

પોષ વિસ્તારમાં રહેતી અને ટ્રાવેલ્સનો બિઝનેસ ધરાવતી પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેના સાસરિયાઓ દહેજ લાલચુ હતા. લગ્નમાં તેના માતા પિતાએ ૪૦ તોલા જેટલું સોનુ ચઢાવ્યું તોય સંતોષ ન થયો અને સાસરિયાઓ એ ૧૦૦ તોલા સોનાની માંગ કરી હતી. તેનો પતિ પણ દારૂ અને જુગાર ની લત ધરાવતો અને લગ્ન પહેલા એમબીએ ની ડીગ્રી હોવાનું કહી લગ્ન કર્યા હતા, જાેકે તે વાત ખોટી નીકળી હતી.

આટલું જ નહીં પતિ અવાર નવાર પિયરમાંથી કેમરી કાર લાવવાનું દબાણ કરી તેના મિત્રો સાથે ફ્લર્ટિંગ કરવા દબાણ કરતો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી ૩૧વર્ષીય યુવતી ઇસ્કોન વિસ્તારમાં ટ્રાવેલ એજન્સી ધરાવી બિઝનેસ કરે છે.

તેના લગ્ન વર્ષ ૨૦૦૨માં જાેધપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ ખૂબ સારી રીતે આ યુવતીને રાખતા હતા. પરંતુ એક મહિના બાદ આ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીના આક્ષેપ છે કે તેના સાસરિયાઓએ ચાલીસ તોલા સોનું ઓછું લાવી છે 'તારા ઘરમાં તો એકની એક દીકરી હોવા છતાં તને તારા માતા-પિતાએ સો તોલા સોનુ આપ્યું નથી'.

આમ કંઈ મેણા મારી આ યુવતીને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પરંતુ આ જે યુવક છે તેના પરિવારજનોએ તમામ લોકો મિલમાલિકો હોવાનું જણાવી પોતે ખૂબ જ પૈસાદાર છે અને તેમનો એક દીકરો અને એક દીકરી અમેરિકા ખાતે રહે છે જેથી ૭ પેઢી સુધી તમામ લોકો આ રૂપિયાથી ખાઈને જીવી શકે એવો વિશ્વાસ આપ્યો હતો.

પરંતુ બાદમાં પિયરમાંથી ૧૦૦ તોલા સોનું લાવવાની વાત કરી તમામ લોકોએ આ મહિલાને ત્રાસ આપ્યો હતો. નવાઈની વાત તો એ છે કે યુવતીના લગ્નના ચારેક વર્ષ બાદ તેને જાણવા મળ્યું હતું કે તેના પતિની પાસે એમબીએની ડિગ્રી નથી આ બાબતે તેણે તેના પતિને પૂછ્યું તો તેણે એવું કહ્યું હતું કે તારે શું મતલબ છે, હું તારું કમાઉ છું તે ઘણું છે. આ યુવકે લગ્ન સમયે એમબીએની ડિગ્રી છે તેવું જણાવી ભરોસો આપી અને યુવતી સાથે લગ્ન કર્યા હતા. પોતાની પાસે મિલો છે અને એમબીએની ડિગ્રી કે આવી લોભામણી વાતો કરી અને આ યુવતી સાથે લગ્ન કરતાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું પણ આ ફરિયાદમાં જણાવ્યું હતું.

યુવતીનો પતિ અવારનવાર દારૂ પીને ઘરે આવતો હતો અને યુવતી સાથે ઝઘડા કરતો હતો. આ બાબતે યુવતીએ તેના સાસુ-સસરા ને ફરિયાદ કરતાં તેણે કહ્ય્šં કે આ ઘરમાં માત્ર તારો પતિ જ નહીં તારા સસરા પણ દારૂ પીવે છે અને તારે આ માહોલમાં સેટ થવું પડશે, આ ઘરમાં દારૂની પાર્ટીઓ પણ થશે.

યુવતીનો પતિ એટલી હદે જે પતિને ત્રાસ આપતો હતો કે તેના મિત્રો સાથે ફોન પર વાત કરવાનું અને ફ્લર્ટિંગ કરવાનું પણ દબાણ કરતો હતો. યુવતીના વ્યવસાયમાંથી તેના પતિએ પાંચથી છ લાખ રૂપિયાની ટિકિટો તથા એર ટિકિટ તથા હોટેલ બુકિંગ ના પૈસા તેના પતિએ લઈ લીધા હતા અને બાદમાં ઘરમાંથી કાઢી મુકી હતી જેથી કંટાળી અને આ યુવતીએ તેના નણંદ સાસુ સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.