આણંદ, તા.૧૬
આણંદ જિલ્લાના નાપા તળપદ ગામના મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ પદેથી ફરજ મોકૂફ કરવાનો હુકમ કર્યો છે. સસ્પેન્ડ થયેલાં મહિલા સરપંચ ફેમીદાબાનંુ પઠાણ વિરુદ્ધ ગત જૂન માસમાં વિદ્યાનગર પોલીસ મથકમાં એક ગંભીર પ્રકારનો ગુનો નોંધાયો હતો. પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતાં અને પંચાયતમાં હાજર પણ રહેતા ન હતા. સરપંચ તરીકેની ફરજાે અને કાર્યો બજાવવામાં તેઓ સ્પષ્ટ બેદરકાર સાબિત થતાં આણંદ જિલ્લા વિકાસ અધિકારીએ તેઓને સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે.
બોરસદ તાલુકાના નાપા તળપદ ગામના મહિલા સરપંચ ફેમીદાબાનુ આલેફખાન પઠાણને બે દિવસ પૂર્વે એટલે કે ગત તા. ૧૪મી જુલાઈના રોજ સરપંચપદેથી સસ્પેન્ડ કરવામાં આવતાં નાપા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સસ્પેન્ડ થયેલાં સરપંચ ફેમીદાબાનુ પઠાણ નાપા વાંટાના કુખ્યાત ગુનેગાર આલેફખાન ઊર્ફે લવિંગખાન રસુલખાન પઠાણના પત્ની છે. આલેફખાન પઠાણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ અનેક પોલીસ ફરિયાદો થઈ ચૂકી છે. ફરી તેને પાસા હેઠળ ઝડપીને સુરત જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
બીજી તરફ આલેફખાન ઊર્ફે લવિંગખાન પઠાણ તથા તેની પત્ની ફેમીદાબાનુ પઠાણ સહિત ૫ સખશો વિરુદ્ધ ગત તા. ૧૫મી જૂનના રોજ વિદ્યાનગર પોલીસ મથકમાં ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૫૨, ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાય હતી. એક તરફ પાસાનંુ વોરન્ટ બજતા અને બીજી તરફ વિદ્યાનગર અને ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આલેફખાન પઠાણ અને તેની પત્ની ફેમીદાબાનુ પઠાણ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જાેકે, ૬-૬ માસના અંતે ગતરોજ નામચીન ગુનેગાર આલેફખાન પોલીસના સકંજામાં આબાદ રીતે ઝડપાઈ જવા પામ્યો હતો. આણંદ પોલીસે તેની પાસા હેઠળ ધરપકડ કરીને ગત રાત્રે જ સુરત સ્થિત લાજપોર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો હતો, જ્યારે તેના પત્ની ફેમીદાબાનુ પઠાણ હજુ ફરાર છે. તેઓની વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં ગંભીર પ્રકારનો ગુનો નોંધાતા અને ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ફરજાે અને કાર્યો બજાવવામાં સ્પષ્ટ બેદરકાર સાબિત થતા જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯(૧)ની જાેગવાઈઓને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતના સરપંચ તરીકેના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ તા.૧૪ મી જુલાઈ, ૨૦૨૦ ના રોજ કર્યો છે.
Loading ...