તારા પતિનું તમામ દેવું પૂરું કરી દઇશ, તું મારા જાેડે લગ્ન કરી લે અને પછી થયુ અવું કે..
21, જુન 2021 2376   |  

અમદાવાદ-

શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિના નાનાપણના મિત્રએ તારા પતિનું બધું દેવું પૂરું કરી દઈશ, તું મારા જાેડે લગ્ન કરી લઈશ તો તેમ કહી છેડતી કરી હતી. પરિણીતાને યુવકે ફ્લેટની નીચે બોલાવી બાઈક પર બેસાડી મેટ્રો સ્ટેશન પાસે લઈ ગયો હતો. જ્યાં આ રીતે વાત કરી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જાેકે પરિણીતાએ ના પાડતા તેનો હાથ પકડી તેની છેડતી કરી હતી. સમગ્ર બાબતને લઇને મહિલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ફતેવાડી વિસ્તારમાં કેનાલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી ૩૪ વર્ષીય પરિણીતા તેના પતિ સસરા અને પાંચ બાળકો સાથે રહે છે. તેનો પતિ રીક્ષા ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર અગાઉ શાહપુર ખાતે રહેતી હતી ત્યારે તેના પતિનો નાનપણનો મિત્ર અલ્તાફ શેખને તેમના પરિવારમાં ઘર જેવો સંબંધ હતો. વર્ષ ૨૦૦૭માં આ મહિલા અને તેનો પરિવાર શાહપુરથી ફતેવાડી રહેવા આવ્યા હતા. ત્યારબાદ આ મહિલાના પતિનો ફોન ખોવાઈ જતા નવો ફોન અને સીમકાર્ડ લીધું હતું. જેથી પતિના મિત્ર અલ્તાફ શેખ સાથે સંપર્ક રહ્યા નહોતા.

થોડા સમય બાદ અલ્તાફ મહિલાને ફોન કરી જણાવ્યું કે, હું તમારા ફ્લેટ નીચે ઉભો છું તમે નીચે આવો મારે તમારી સાથે વાત કરવી છે. જેથી મહિલાએ જણાવ્યું કે, તેના પતિનો આવવાનો સમય થઈ ગયો છે જેથી અલતાફ એ કહ્યું કે, તેનો પતિ હાલ રિક્ષા લઈને ચાંગોદર ગયો હોવાથી તેને આવતા વાર લાગશે. જેથી મહિલા નીચે ગઈ હતી ત્યારે અલ્તાફ આ મહિલાને બાઈક પાછળ બેસવાનું કહી અલ્તાફ તે મહિલાને મેટ્રો સ્ટેશન પાસે લઈ ગયો હતો. અને ત્યાં જઈને જણાવ્યું કે, તારા પતિનું બધું દેવ પૂરું કરી દઈશ, તું મારી સાથે લગ્ન કરી લે. જેથી મહિલાએ ના પાડતાં અલતાફએ મહિલાનો હાથ પકડી કહ્યું કે તું મને ખૂબ જ ગમે છે તું મારી સાથે લગ્ન કરી લે. જેથી મહિલાની છેડછાડ કરનાર અલ્તાફની હરકત બાબતે મહિલાએ તેના પતિને વાત કરતા આખરે પરિવારજનોએ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ અલ્તાફ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution