કાબુલ-

અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજાે છે. તાલિબાનોથી સૌથી વધારે જાેખમ મહિલાઓ અને યુવતીઓને છે. તેમાં પણ તે મહિલાઓને સૌથી વધારે ટાર્ગેટ કરાય છે જે નોકરી કરતી હોય અથવા સોશિયલ સેક્ટર સાથે સંબંધ રાખતી હોય. ગફારી કાબુલના પશ્ચિમ શહેરની મેયર રહી ચૂકી છે. હવે તે જર્મનમાં રહે છે અને શરણ આપવા માટે જર્મન સરકાર અને ત્યાંના લોકોની આભારી છે. તાલિબાનો મને શોધતા મારા ઘરે આવ્યા હતા. મારા પિતાની તેમણે હત્યા કરી દીધી છે. અમારા હાઉસ ગાર્ડને પણ તેમણે ઢોર માર માર્યો છે.

હવે તાલિબાનોની હકિકત હું સમગ્ર દુનિયાને જણાવીશ. ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં જરીફાએ અન્ય પણ ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. અફઘાનિસ્તાનના લોકોને રોકવું મુશ્કેલ છે. તેઓ ડરશે નહીં. જરીફાનું કહેવું છે કે, તાલિબાન અંતે કેટલા લોકોના જીવ લેશે. અફઘાનીઓ પીછે હટ કરે તેવા નથી. અમે ૨૦ વર્ષમાં જેટલું પણ મેળવ્યું હતું તે બધુ ગુમાવી દીધું. આજે મારી પાસે હવે વતનની માટી સિવાય બીજુ કશુ જ નથી. જરીફા આ સ્થિતિ માટે દરેક લોકોને દોષિત ગણાવે છે. તેમના મત પ્રમાણે આજે અફઘાનિસ્તાનમાં જે પણ થઈ રહ્યું છે તેના માટે દરેક લોકો જવાબદાર છે. સામાન્ય જનતા, નેતા અને દુનિયા. સ્થાનિક લોકોએ ક્યારેય એક જૂથ થઈને આતંકવાદ અથવા ખોટી વાતો સામે અવાજ નથી ઉઠાવ્યો. અફઘાનિસ્તાનનું દરેક બાળક જાણે છે કે પાકિસ્તાને શું કર્યું છે. એક સવાલના જવાબમાં જરીફાએ કહ્યું છે કે, અફઘાનિસ્તાન અમારુ હતુ અને રહેશે. આજે મારા જેવી મહિલાઓ ત્યાં નથી તો એને એવુ સમજવું કે, સિંહ પણ પૂરી તાકાતથી હુમલો કરવા માટે બે ડગલાં પાછળ જાય છે. જર્મન મીડિયા સાથે એક અલગ વાતચીતમાં કહ્યું છે કે, હું અહીં તે ૯૯% અફઘાનીઓ અને મહિલાઓની અવાજ બનીને અહીં છું, જે ના હવે કામ કરી શકશે અને ના જાતી વિરુદ્ધ કઈ બોલી શકશે. જરીફા પહેલા ગયા સપ્તાહે ઈસ્તાંબુલ ગઈ હતી. ત્યારપછી ત્યાંથી જર્મની પહોંચી છે. તેમની સાથે તમનો પરિવાર પણ ચે. જર્મનીમાં રેફ્યુજીઓને ઘણી મુશ્કેલીઓ છે. પરંતુ જરીફા કહે છે કે, હું અહીં રેફ્યુજી બનીને નથી આવી.