દિલ્હી-
પશ્ચિમ બંગાળના જલપાઇગુરી જિલ્લામાં ઓનલાઇન વર્ગો માટે સ્માર્ટફોન ખરીદવા માટે અસમર્થ હોવા બદલ નાખુશ, 20 વર્ષીય કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. પોલીસે બુધવારે આ માહિતી આપી હતી. ક્રાંતિ પોલીસ ચોકીના અધિકારી ઈન્ચાર્જ દિલીપ સરકારે જણાવ્યું હતું કે, મલ્લી કોલેજમાં બી.એ. પ્રથમ વિદ્યાર્થીની જયંતિ બાઉલીએ સોમવારે રાત્રે સરીપુકુરી વિસ્તારના ડાબરીપરા ગામમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો.
તેના પિતા અવિરામ બાઉલીએ પોલીસને જણાવ્યું હતું કે તે દૈનિક વેતન મજૂર છે અને દીકરીની ફી પણ ખુબ મુશ્કેલીથી મેનેજ કરતા હતા. અવિરામે કહ્યું, 'મારી પુત્રીને થોડા સમય માટે ઓનલાઇન વર્ગો માટે સ્માર્ટફોનની જરૂર હતી. તે અસ્વસ્થ હતી કારણ કે હું તેના માટે તે ખરીદવા સક્ષમ ન હતો. પણ મને નહોતી ખબર કે તે આવુ કંઇ કરી લેશે, નહીં તો હું ક્યાંકથી પૈસા ઉધાર લઈને ફોન ખરીદી આપ્યો હોત. ”પોલીસે કહ્યું કે તે આ મામલાની તપાસ કરી રહી છે.