પિતાએ ઝઘડો કર્યો તો સગીરાને કોલગર્લ દર્શાવતી તસ્વીર કરી વાયરલ અને પછી..

અમદાવાદ-

સોશિયલ મિડિયા પર ફેક એકાઉન્ટ પર સગીરાના ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી બદનામ કરનાર મહિલા આરોપીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી મહિલા અને સગીરાના પિતા વચ્ચે મિત્રતા હતી. મહિલા અને સગીરાના પિતા વચ્ચે ઝઘડો થયો હોવાથી આરોપીએ ગુસ્સામાં આવી આ રીતે લખાણ લખી સ્ટેટ્‌સમાં મૂક્યું હોવાનું પુછપરછમાં બહાર આવ્યું હતુ. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

શહેરમાં રહેતી સગીરાનો ફોટો સોશિયલ મિડિયા ફેસબુક પર મૂકીને કોલગર્લ દર્શાવી બીભત્સ લખાણ લખીને આ સગીરાને સમાજમાં બદનામ કરવાની કોશિશ કરી હતી. જેથી સગીરાની માતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈડી અંગે તપાસ કરી ટેક્નિકલ ડેટા મેળવી આરોપીને પકડવા માટે મોબાઈલનું લોકેશન મેળવ્યું હતું. જે અમદાવાદના ગોતા વિસ્તારમાં બતાવતું હતું.

જેથી પોલીસે ગોતા વિસ્તારમાં પહોંચીને સગીરાને બદનામ કરવાની કોશીશ કરનાર ૩૨ વર્ષીય રાધા સિંગને ઝડપી લીધી હતી. પુછપરછ કરતા રાધા સિંગે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલા દિલ્હીથી અમદાવાદ આવી હતી. તે વખતે સગીરાના પિતા સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે સારી મિત્રતા હતી. બાદમાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાધા સિંગે તેને સબક શીખવાડવા માટે આ લખાણ લખી અને સ્ક્રિનશોટ પણ ફરિયાદીને મોકલ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution