ભગવાન શ્રી ગણેશને સુખ અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. આ સાથે દરેક શુભ કામમાં પણ તેમની સૌ પહેલાં પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ગણેશજીની પૂજાથી દરેક કામ નિર્વિધ્ને પાર પડે છે. પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ સુખ, શાંતિ અને સમૃદ્ધિના દાતા છે. કહેવાયું છે કે ગણેશજીની આરાધના વિના વાસ્તુ દેવતાની સંતુષ્ટિ થતી નથી. ભગવાન શ્રી ગણેશની ઉપાસનાથી દરેક વાસ્તુ દોષ દૂર થાય છે. તો જાણો ભગવાન ગણેશજીની પૂજામાં કઈ વાતોનું રોજ ધ્યાન રાખી લેવાથી તમે વાસ્તુ દોષથી મુક્ત થઈ શકો છો અને રાહત મેળવી શકો છો.

- પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશની પૂજાથી સુખ અને શાંતિની સાથે સમૃદ્ધિ પણ ઘરમાં કાયમ રહે છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ બની રહે છે. શુભ મૂહૂર્તમાં ઘરમાં તેમની સ્થાપના અપાર લાભદાયી બને છે.

-જે ઘરમાં જૂના રોગના દર્દીઓ સાજા ન થઈ રહ્યા હોય તે ઘરમાં ભગવાન ગણેશની પૂજા અને આરાધનાનું ખાસ મહત્વ કહેવાયું છે.

-ભગવાન ગણેશની પીત્ત વર્ણની પ્રતિમા સર્વોત્તમ માનવામાં આવે છે.

-ભૂલથી પણ શ્રી ગણેશની પૂજામાં તુલસીદળને અર્પણ ન કરો. બાળકોના ભણવાના ટેબલ પર પણ પીળા રંગની ગણેશજીની મૂર્તિ રાખો. 

-શયન કક્ષમાં ગણેશજીની પ્રતિમા ન રાખો. તે નુકસાન દાયી માનવામાં આવે છે.

-પૂજા સ્થાનમાં પીળા રંગના ગણેશજીની પ્રતિમા રાખો, તેનાથી અપાર લાભ થઈ શકે છે.

-ઘરમાં ગણેશજીની અનેક મૂર્તિઓ ન રાખો. અનેક જગ્યાએ ગણેશજીની મૂર્તિઓ રાખવાથી યોગ્ય છે કે ઓમ લખી દેવામાં આવે. ઘરમાં એક જ ગણેશજીની મૂર્તિ રાખો.

-સફેદ રંગની ગણેશજીની મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ કાયમ રહે છે.

-ઘરમાં પૂજા કરવા માટે મંદિરમાં ભગવાન ગણેશની શયન કે બેઠેલી મૂર્તિની સ્થાપના કરો તે યોગ્ય છે.

વિધ્નહર્તા ગણેશજીની નિત્ય પૂજા કરવાથી ક્લેશ, વિઘ્ન, અશાંતિ, તણાવ અને માનસિક દોષ પણ દૂર થાય છે.

સફળતાની પ્રાપ્તિ માટે પણ સિદ્ધિવિનાયક ગણેશજીને ઘરમાં સ્થાપિત કરવા યોગ્ય માનવામાં આવે છે.