ઘર નજીક ગૅસની પાઇપલાઇન હશે તો કનેક્શન ફરજિયાત લેવું જ પડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   2178

જાે તમારા ઘરની નજીક ગેસ પાઇપલાઇન આવી ગઈ છે અને તમે ઁદ્ગય્ કનેક્શન લીધું નથી, તો આગામી ૩ મહિનામાં તમારા ઘરે આવતો ન્ઁય્ સિલિન્ડર બંધ કરી દેવામાં આવશે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ગેસની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ‘નેચરલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર ૨૦૨૬’ લાગુ કર્યો છે. આ અંતર્ગત હવે પાઇપવાળી ગેસનું કનેક્શન લેવું ફરજિયાત રહેશે. જાેકે, આ માટે પહેલા નોટિસ આપવામાં આવશે. માહિતી મળ્યા પછી પણ જાે કોઈ કનેક્શન નહીં લે, તો ૯૦ દિવસ પછી તેની ન્ઁય્ સપ્લાય રોકી દેવામાં આવશે. સાથે જ સોસાયટીઓએ ૩ દિવસમાં પાઇપલાઇનને મંજૂરી પણ આપવી પડશે.

ઘણીવાર હાઉસિંગ સોસાયટીઓ અથવા ઇઉછ (રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન)ના વિરોધને કારણે પાઇપલાઇનનું કામ અટકી જતું હતું. હવે આવું નહીં થાય. જાે કોઈ કંપની પાઇપલાઇન માટે રસ્તો માંગે છે, તો સોસાયટીએ ૩ દિવસની અંદર મંજૂરી આપવી પડશે.જાે સોસાયટીએ ના પાડી અથવા વિલંબ કર્યો, તો ત્યાં રહેતા તમામ ઘરોની ન્ઁય્ સપ્લાય પર રોક લગાવવામાં આવશે. પાઇપલાઇન નાખવા માટે હવે સરકારી વિભાગોને ફાઇલો અટકાવવાની મંજૂરી નથી. નાના નેટવર્ક માટે ૧૦ દિવસ અને મોટી લાઈનો માટે ૬૦ દિવસમાં મંજૂરી આપવી ફરજિયાત છે. જાે વિભાગ નિર્ધારિત સમયમાં જવાબ ન આપે, તો તેને ‘ડીમ્ડ ક્લિયરન્સ‘ એટલે કે ‘ઓટોમેટિક મંજૂરી’ માની લેવામાં આવશે અને કામ શરૂ કરી દેવામાં આવશે. જાે પાઈપલાઈન કોઈની ખાનગી જમીનમાંથી પસાર થઈ રહી હોય, તો હવે વળતરને લઈને વર્ષો સુધી કેસ ચાલશે નહીં. સરકારે આ માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા બનાવી દીધો છે. સરકારે નવો આદેશ ‘આવશ્યક વસ્તુ અધિનિયમ‘ હેઠળ જાહેર કર્યો છે, જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ તમને રસોઈ ગેસની અછત ન પડે. તમને સિલિન્ડર બુકિંગ કે ખતમ થવાની ચિંતા રહેશે નહીં જે લોકો પોતાની મરજીથી સિલિન્ડર વાપરવા માગે છે, તેમની પાસે હવે વિકલ્પો મર્યાદિત થઈ જશે. સરકારે ૧૪ માર્ચે જ ઁદ્ગય્ કનેક્શનને લઈને નવા નિયમો જાહેર કર્યા હતા. નવા આદેશ મુજબ, ઁદ્ગય્ યુઝર્સને ન તો નવું ન્ઁય્ કનેક્શન મળશે અને ન તો જૂનું સિલિન્ડર રિફિલ થશે. સરકાર આ પહેલા ન્ઁય્ સિલિન્ડરના સપ્લાયને લઈને ૪ વખત નવા નિયમો જાહેર કરી ચૂકી છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઁદ્ગય્ (પાઇપ ગેસ) યુઝર્સ માટે ન્ઁય્ સિલિન્ડર રાખવું ગેરકાયદેસર જાહેર કર્યું. હવે ઁદ્ગય્ કનેક્શન ધરાવતા લોકોને પોતાનો સિલિન્ડર સરન્ડર કરવો પડશે અને તેઓ રિફિલિંગ કરાવી શકશે નહીં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution