અત્યારે સમગ્ર દુનિયામાં જે રીતે કોરોના કહેર વર્તાવી રહ્યો છે તેને જોતા સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે. જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણે આ ચેપ થવાનો ખતરો ઓછો થઈ જશે. ત્યારે સીઝન બદલાતા ઘણાં લોકોને શરદી-ખાંસી, વાયરલ ફીવર થઈ જતું હોય છે. જેના માટે દવાઓ લેવા દોડવાની જગ્યાએ ઘરે જ બેસ્ટ ઉપાય કરવા જોઈએ. તેના તમને તરત ફાયદો થશે અને તાવ પર ઉતરી જશે. તેના લક્ષણો પણ સામાન્ય તાવ જેવા હોય છે.તેને ઠીક થવામાં 5-6 દિવસ લાગી જાય છે.પણ સામાન્ય તાવ કરતાં વાયરલ ફીવરમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

વાયરલ ફીવરના લક્ષણો

થાક, મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો, હાઈ ફીવર, ખાંસી, સાંધાઓમાં દર્દ, દસ્ત, ત્વચા પર લાલ રેશિઝ, શરદી, ગળામાં દર્દ, માથામાં દર્દ, આંખો લાલ થવી અથવા માથામાં તેજ દુખાવો થવો, ઠંડી લાગવી

ઘરેલૂ ઉપાય

તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3-4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.

1 ગ્લાસ પાણીમાં 1 ચમચી આખા ધાણાને ઉકાળો. પછી પાણી અડધું રહે એટલે આને પીવો. તેનાથી તાવ ફટાફટ ગાયબ થઈ જશે. 1 લીટર પાણીમાં 1 ચમચી લવિંગનો પાઉડર અને 10-12 પાન તુલસીના તેમાં નાખો. તેને ઉકાળીને દર 2 કલાકમાં આ પાણી પીવો. રાતે 1 કપ પાણી 1 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે પાણી ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો. લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો. આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.