વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે જાહેર કર્યો છે. ઘણા પ્રકારના બ્લડ ગ્રુપને શોધનાર વૈજ્ઞાનિક ડો. કાર્લ લેન્ડસ્ટીનરના સન્માનમાં મનાવવામાં આવે છે. હંમેશાં લોકોને લાગે છે કે બ્લડ ડોનેટ કરીને આપણે બીજાના જીવ બચાવીએ છીએ પરંતુ હકીકત એ છે કે, તે બહાને ડોનરનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આપણા મનના રક્તદાનને લગતી ઘણી ગેરમાન્યતાઓ છે, જેમ કે, બ્લડ ડોનેશન કર્યા બાદ હું કોઈ કામ નથી કરી શકતો, દવા લઉ છું એટલા માટે રક્તદાન નથી કરી શકતો. ડો.લીના હુડા બ્લડ ટ્રાન્સફ્યૂઝન સ્પેસ્યાલિસ્ટ એન્ડ મેડિકલ ઓન્કોલોજીસ્ટ, એસએમએસ હોસ્પિટલ, જયપુર, બ્લડ ડોનેશન સાથે સંબંધિત મૂંઝવણ અને તથ્યો અને અને રક્તદાન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ…તે જણાવી રહ્યા છે.

  બ્લડ ટ્રાન્સફ્યુઝન નિષ્ણાત લીનુ હુડાના જણાવ્યા પ્રમાણે, HIV,હેપેટાઇટિસ અને ટીબીવાળા દર્દીઓ રક્તદાન કરી શકતા નથી. રક્તદાનથી 14 દિવસ પહેલાં શરીર સંક્રમણમુક્ત હોવું જરૂરી છે. આવા દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ રક્તદાન કરવું જોઈએ. પ્રેગ્નન્ટ છે, સ્તનપાન કરાવે છે અથવા ગર્ભપાત કરાવ્યું છે તો રક્તદાવ કરતાં પહેલા આર્યનની તપાસ કરાવવી. માસિક ધર્મ દરમિયાન રક્તદાન કરી શકાય છે.  

  ટેટૂ બનાવ્યું હોય અથવા શરીરના કોઈપણ ભાગને વીંધવામાં આવ્યો હોય તો પણ રક્તદાન કરાવી શકાય છે. જ્યારે ટેટૂ બનાવવો અને અંગોને વીંધવામાં આવે છે ત્યારે થોડા કલાકો પછી રક્તદાન કરી શકાય છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ પ્રમાણે, ટેટૂ બનાવવાના 6 મહિના બાદ અને અંગ વીંધાવવાના 12 કલાક બાદ રક્તદાન કરવું.  

  બ્લડ ટ્રાન્સફ્યુઝન નિષ્ણાત લીનુ હુડાના જણાવ્યા પ્રમાણે, આ બિલકુલ સાચું નથી.ઘણી વખત સ્ત્રીઓમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય છે તેથી જ તેમને રક્તદાન કરવાની ના પાડવામાં આવે છે. પરંતુ એ પણ સાચું છે કે ભારતમાં બ્લડ ડોનર્સમાં મહિલાઓની અછત છે. તે ફક્ત 4% છે. 

  તે સાચું નથી. પાતળા લોકો રક્તદાન કરી શકે છે. ફક્ત એટલું ધ્યાન રાખવું કે બ્લડ ડોનેટ કરવા માગતા હો તો તમારું ન્યુનત્તમ વજન 50 કિલો હોવું જોઈએ. મોટેભાગે એવું પણ બને છે કે મેદસ્વી લોકો રક્ત આપવા માટે યોગ્ય નથી હોતા કારણ કે તેમને વિવિધ રોગો છે. 

  બ્લડ ટ્રાન્સફ્યુઝન નિષ્ણાત લીનુ હુડાના જણાવ્યા પ્રમાણે, આ એક ભ્રમ છે. સામાન્ય રીતે પુખ્ત વયના લોકોના શરીરમાં 5 લીટર લોહી હોય છે. રક્તદાન દરમિયાન 450 મિલીલિટર લોહી નીકાળવામાં આવે છે. એક સ્વસ્થ વ્યક્તિમાં 24-48 કલાકમાં એટલુંને એટલું લોહી પાછું બની જાય છે. નાકો (NACO)ના જણાવ્યા પ્રમાણે, ભારતમાં પુરુષો ત્રણ મહિનામાં એક વખત અને મહિલાઓ ચાર મહિનામાં એક વખત રક્તદાન કરી શકે છે.  

  ઘણા લોકોનું માનવું છે કે,શાકાહારી લોકો રક્તદાન નથી કરી શકતા, પણ તે ખોટું છે. આવા લોકો જેમા આયર્નની ઊણપ હોય તેવા લોકોને રક્તદાન કરવાની ના પાડવામાં આવે છે. આયર્ન લોહીનું મુખ્ય ઘટક છે. જો તમે સંતુલિત આહાર લેતા હોવ તો પૂરતા પ્રમાણમાં આર્યન મળી રહે છે. ઘણા દેશોમાં રક્તદાન પહેલાં હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવે છે. હિમોગ્લોબિન ઓછું હોય તો ડોનરને રક્તદાન કરવાની ના પાડવામાં આવે છે.   

  આ સાચુ નથી. બ્લડ ડોનેશન એકદમ સરળ પ્રક્રિયા છે. બ્લડ લેવા માટે નસમાં અને એક નાની સી સોઈ તમારા હાથમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. જેની તમને ખબર પણ નથી પડતી. તે ઉપરાંત કંઈ કરવાનું હોતું નથી.  

ડોનરની ઉંમર 18-65 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને વજન 48 કિલોથી ઓછું ન હોવું જોઈએ. રક્તદાન પહેલાં ભોજન જરૂરથી કરવું

પ્રેગ્નન્સી અને માસિક સ્રાવ દરમિયાન બ્લડ ડોનેટ કરવાનું ટાળવું. તે ઉપરાંત બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો તો રક્તદાન ન કરવું

જો રક્તદાન દરમિયાન ઉલટી થાય, ઠંડી લાગે, ઉધરસ આવે, માથામાં દુખાવો, ચક્કર અને ગભરાટ જેવા લક્ષણો હોય તો ડોક્ટરને બતાવવું

રક્તદાન બાદ જ્યાંથી બ્લડ લેવામાં આવ્યું છે ત્યાંથી બ્લિડિંગ બંધ ન થાય ત્યાં સુધી કોણીને વાળીને રાખો અને ત્યાં સુધી રાખો જ્યાં સુધી બ્લડ નીકળવાનું બંધ ન થાય.  

રક્તદાન પહેલાં પૂરતી ઊંઘ લેવી. જો આખી રાત ટ્રાવેલ કર્યું છે તો આગાલા દિવસે રક્તદાન ન કરવું