ઘણીવાર ઘણા લોકોને શ્વાસ ફૂલવાની બીમારી હોય છે. જેને તેઓ અવગણે છે. જો તમને પણ આ પ્રકારનો રોગ છે, તો તેને અવગણવી નહીં. આનથી તમારું હાર્ટ ફેલ થઇ શકે છે અથવા સીએઓપીડી (ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિજીજ) નો સંકેત પણ હોય શકે છે. જાણો કેટલા પ્રકારની આ બીમારી હોય છે અને તેના લક્ષણો શું છે.

ડાયસ્પનિયા પ્રોબ્લેમ - જલ્દી-જલ્દી શ્વાસ લેવો અથવા શ્વાસ ફૂલવાને મેડિકલ સાયન્સમાં ડાયસ્પનિયા કહેવામાં આવે છે, જેમાં છાતીમાં ખૂબ જ કઠિનતાની લાગણી અને ગૂંગળામણ થાય છે. હાર્ટ અથવા ફેફસાની સમસ્યા - શ્વાસ લેવામાં તકલીફ એ સામાન્ય રીતે હૃદય અથવા ફેફસાના રોગની નિશાની છે, કારણ કે બંને અવયવો શ્વસનતંત્ર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. હાઈ બ્લડ પ્રેશર પણ એક કારણ છે - એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘણી વખત હાઈ બ્લડ પ્રેશરના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ માટે તરત જ ડોક્ટરની સલાહ લો. 

હાર્ટ ફેલ થઇ શકે છે - એક સંશોધન મુજબ, જો શ્વાસની સમસ્યા છ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે, તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે તે હાર્ટ ફેલ અથવા ફેફસાના રોગની સિસ્ટમ પણ હોઈ શકે છે.